શરીરની ચરબી ઘટાડવા માટે કરો આ 5 કાર્ડિયો એક્સરસાઇઝ


By Hariom Sharma13, Sep 2023 04:15 PMgujaratijagran.com

અત્યારે લોકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત થઇ ચૂક્યા છે તેમને પોતાના માટે પણ સમય રહેતો નથી. એવામાં ઘણા લોકો વજન વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, અને વેટ લોસ માટે જીમ નથી જઇ શકતા. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો, ઘરે જ કેટલીક એક્સરસાઇઝ કરી શકો છો.

કાર્ડિયો એક્સરસાઇઝ

અમે તમને પેટની એકસ્ટ્રા ચરબી ઘટાડવા માટે કેટલીક એવી કાર્ડિયો એક્સરસાઇઝ બતાવીશું, જેને કરવા માટે તમને કોઇ વેટ, ડમ્બલ અથવા કોઇ પણ પ્રકારના જીમ એક્વિપમેન્ટની જરૂર નહીં પડે. તમે આ એક્સરસાઇઝ ઘરે જ કોઇ પણ સમયે કરી શકો છો.

બેસ્ટ ટાઇમ

બોડીને ફીટ રાખવા માટે બેસ્ટ સમય સવારનો હોય છે, જ્યારે તમે એક્સરસાઇઝ કરીને બોડી ફેટ્સને બર્ન કરી શકો છો. જો તમે સવારે વ્યસ્ત છો, તો તમારી સુવીધા પ્રમાણે કોઇ પણ સમયે કસરત કરી શકો છો.

દાદરા ચઢવું

વજન ઘટાડવાનો સૌથી બેસ્ટ ઉપાય દાદરા ચઢવું છે. આનાથી ફેટ અને કેલેરી ઝડપથી બર્ન થાય છે, દાદર ચઢતા સમયે મસલ્સનો સૌથી વદારે ઉપયોગ થાય છે. આનાથી પગ મજબૂત થાય છે અને શરીરમાં જમા ફેટ ઘટવા લાગે છે.

રનિંગ

પેટની એકસ્ટ્રા ચરબી ઘટાડવા માટે રનિંગ ખૂબ જ સારો વિકલ્પ છે. આનાથી કેલેરી અને ફેટ ઝડપથી બર્ન થાય છે, ધ્યાન રહે ઝડપથી દોડવું જરૂરી નથી. તમે તમારા સ્ટેમીના પ્રમાણે દોડી શકો છો.

સ્કિપિંગ રોપ

દોરડા કુદવા પણ બેસ્ટ કાર્ડિયો એક્સરસાઇઝ છે, આનાથી કેલેરી બર્ન થાય છે. આ કસરત પગ અને ખભો મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ એક્સરસાઇઝને તમે કોઇ પણ સમયે કરી શકો છો.

સાઇકલિંગ

વજન ઘટાડવા માટે તમે સાઇકલિંગનો ઉપયોગ પણ કરી શકો છો. તમને જણાવી દઇએ કે સાઇકલને તમે નોર્મલ ગતિમાં ચલાવશો, તો એક કલાકમાં 675 કેલેરી બર્ન થઇ શકે છે.

સ્વિમિંગ

સ્વિમિંગ ગરમીથી રાહત અપાવે છે અને વજનને કંટ્રોલ કરે છે. તરવાથી બોડી પર વધારે ગ્રેવિટેશનલ ફોર્સ આવે છે, જેનાથી મસલ્સને એકસ્ટ્રા વર્ક કરવું પડે છે. જણાવી દઇએ કે એક મિનિટ સુધી સ્વિમિંગ કરવાથી 14 કેલેરી બર્ન થાય છે.

ફેટી લિવરની સમસ્યામાં કરો આ ફૂડ્સનું સેવન કરવાથી થશે ફાયદો