બટાટકાના રસને સ્કીનકેર માટે હંમેશાથી મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આમાં રહેલા ગુણો ચહેરાને નિખારવા સાથે તેને સ્વસ્થ પણ રાખે છે. આવો જાણીએ બટાકાનો ઉપયોગ કરવાની કેટલીક અનોખી અસરકારક રીતો વિશે
NCBI અનુસાર, બટાકામાં વિટામિન સી હોય છે અને તેમાં એઝેલેઇક એસિડ હોય છે જે ત્વાચાને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે
એક બટેકાને છીણી લો અને તેને નીચોવી રસ કાઢી લો. હવે ફ્રેશ કાઢેલા રસને ચહેરા પર લગાવી તેને 20 મિનિટ પછી ધોઈ લો. બટાકામાં વિટામિન સી હોય છે, જે તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
કાકડી અને બટાકાને મીક્ષર જારમા બ્લેન્ડ કરી લો. હવે આ માસ્કને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ધોઈ લો. ઉનાળામા આ માસ્ક ચહેરાને હાઈડ્રેટેડ રાખે છે
એક તાજા બટેકા લો, તેને ધોઈ લો અને પછી તેના ટુકડાને તમારા ચહેરા પર 30 મિનિટ સુધી રાખો. બટાકામાં એસ્ટ્રિજન્ટ ગુણ હોય છે, જે મુક્ત રેડિકલ સામે લડે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે
એક તાજા બટેકા લો, તેને ધોઈ લો અને પછી તેના ટુકડાને તમારા ચહેરા પર 30 મિનિટ સુધી રાખો. બટાકામાં એસ્ટ્રિજન્ટ ગુણ હોય છે, જે મુક્ત રેડિકલ સામે લડે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે
બે ચમચી છીણેલા બટાકાને એક ચમચી મધ સાથે મિક્સ કરો. તેને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી તેને ધોઈ લો. આ તમારા ડાર્ક સ્પોટ્સને ઘટાડવામાં મદદ કરી શકે છે.
લીંબુનો રસ અને બટાકાનો રસ લઈ તેને મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવો, 20 મિનિટ માટે રહેવા દઈ તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.