Teeth Whitening Tips: દાંત સફેદ કરવા માટે ઘરેલું ઉપાય


By Vanraj Dabhi13, May 2024 01:32 PMgujaratijagran.com

દાંત સફેદ

ઘણી વાર આપણા દાંત પીળા થઈ જવાને કારણે તે આપણી સુંદરતા બગાડે છે,આપણે સફેદ દાંત માટે ઘણી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા છતી કોઈ ફાયદો થતો નથી, અજમાવો આ ઘરેલું ઉપાયો.

મીઠું અને સરસવનું તેલ

સરસવના તેલમાં મીઠું મિક્સ કરીને દિવસમાં બે-ત્રણ વખત દાંત પર લગાવવાથી દાંતની પીળાશ ઘટાડશે અને દાંતને મજબૂત કરશે.

ખાવાનો સોડા

બેકિંગ સોડામાં થોડું પાણી નાખીને મિક્સ કરીને પેસ્ટ બનાવીને દાંત પર લગાવો.તે દાંતના પીળાશને દૂર કરવામાં મદદ કરી શકે છે.

લીંબુ

લીંબુના રસમાં થોડું મીઠું મિક્સ કરીને દાંતને માલિશ કરો.તેનાથી દાંત સાફ થાય છે અને પીળાશ પણ ઓછી થાય છે.

તુલસીના પાન

તુલસીના પાન

તુલસીના પાનને પીસીને બેકિંગ સોડા ઉમેરીને મિક્સ કરીને આ પેસ્ટને દાંત પર લગાવો.તે દાંતના પીળાશને ઘટાડે છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર કરે છે.

હળદર અને મીઠું

હળદર અને મીઠું મિક્સ કરીને તમારા દાંત સાફ કરો.આ દાંતને કીટાણુઓથી બચાવે છે અને પીળાશ ઘટાડે છે.

નાળિયેર તેલ

નાળિયેરનું તેલ મોંમાં નાખો અને પછી ગરમ પાણીથી સાફ કરી લો.તે દાંતને મજબૂત બનાવે છે અને પીળાશ ઘટાડે છે.

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ દાંત પર લગાવો અને 5-10 મિનિટ પછી પાણીથી સાફ કરી લો.તે દાંતને મજબૂત બનાવે છે અને પીળાશ ઘટાડે છે.

Stay Safe Heat Stroke : ઉનાળામાં લૂ થી બચવા માટે શું કરવું, નોંધી લો ઘરેલું ઉપાય