કોલ્ડડ્રિન્કમાં કેલેરી અને ખાંડની માત્રા વધુ હોય છે, આનાથી ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઇ શકે છે. ખાંડ અને કેલેરીવાળા ડ્રિન્કના કારણે લોકો ડાયેટ કોલ્ડડ્રિન્ક પસંદ કરે છે, પરંતુ આ સ્વાસ્થ્ય માટે યોગ્ય છે, જણો.
ડાયેટ ડ્રિન્ક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. ડાયેટ કોલ્ડડ્રિન્કમાં એસ્પાર્ટેમ હોય છે, આ એક પ્રકારનું સિન્થેડિક સ્વીટનર હોય છે. કેટલીક સ્ટડી પ્રમાણે એસ્પાર્ટેમથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યા થઇ શકે છે. જેનાથી માથાનો દુખાવો, ચક્કર આવવા અને ક્રોનિક બીમારીનું જોખમ પણ સામલે છે.
ડાયેટ કોલ્ડડ્રિન્ક કેલેરી નથી વધારતું, પરંતુ આ વજન ઘટાડી શકતું નથી. જો તમે આ વિચારની ડાયેટ ડ્રિન્કનું સેવન કરો છો તો તમારું વજન ઘટવાની જગ્યાએ વધી શકે છે.
રોજ ડાયેટ ડ્રિન્ક પીવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓનું જોખમ વધી શકે છે.
ડાયેટ ડ્રિન્કમાં ખાંડની જગ્યાએ આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્વીટનરમાનું એક છે એસ્પાર્ટેમ છે, જે થાક, માથાનો દુખાવો અને ડિપ્રેશનનું કારણ બની શકે છે.
કૈરેમલની જગ્યાએ ડાયેટ કોલ્ડડ્રિન્કમાં કૈરેમલ કલર મિક્સ કરવામાં આવે છે. કૈરેમલ કલર બનાવવા માટે સલ્ફાઇટ્સને એમોનિયાની સાથે મિક્સ કરવામાં આવે છે. આ બંનેને ગરમ કર્યા બાદ કાર્સિનોજેન કમ્પાઉન્ડ બને છે. આ થાઇરોઇડ, ફેફસા અને લીવર ટ્યૂમરનું કારણ બની શકે છે.
લોકો ઝંક ફૂડનું સેવન કરે છે અને તેની સાથે કોલ્ડડ્રિન્ક વગેરે પીવે છે. જો હેલ્ધી લાઇફ ઇચ્છો છો તો, પાણી અને તાજા ફ્રૂટનું સેવન કરો.