શરીરમાં વિટામિનની ઉણપ થવા પર અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. તો ચાલો જાણીએ વિટામિન B12ની કમી થવા પર આંખમાં કેવા સંકેત જોવા મળે છે
શરીરને સ્વસ્થ રાખવા માટે ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ માટે ડાયટમાં પોષક યુક્ત ફૂડ આઈટમ સામેલ કરવી જોઈએ.
શરીરમાં વિટામિન B12ની ઉણપ થવા પર આંખમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. આ લક્ષણોને ઈગ્નોર કરવાની જગ્યાએ તાત્કાલિક તબીબનો સંપર્ક સાધવો જોઈએ.
શરીરમાં વિટામિન B12ની ઉણપ થવા પર એનીમિયા થવાનો ખતરો વધી જાય છે. જેના કારણે કંજીક્ટિવા પીળા રંગનો જોવા મળી જાય છે. જેના કારણે આંખો પર વિપરિત અસર પડી શકે છે.
વિટામિન B12ની કમી થવા પર આંખ ડ્રાય થવા લાગે છે. જેના કારણે આંખમાં બળતરાની સમસ્યા થાય છે. આ લક્ષણો દેખાતા જ સારવાર કરાવવી જોઈએ.
શરીરમાં વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે દૂધ, દહી, પનીર, ડ્રાય ફ્રૂટ્સ અને માછલીને ડાયટમાં સામેલ કરી શકો છો. જેને ખાવાથી વિટામિન B12ની ઉણપ દૂર થઈ શકે છે.