ખરાબ ખાણી-પીણી અને જીવનશૈલીના કારણે મોટી સંખ્યામાં લોકો સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈ બીપીનો ભોગ બની રહ્યા છે. તેથી આ બીમારીથી બચવા માટે 5 ફૂડ્સ તમે ડાયટમાં સામેલ કરીને સ્વસ્થ રહી શકો છો.
પાલકમાં વિટામીન E, C અને Kની સાથે આયર્ન, કેલ્શિયમ અને એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે, જે શરીરને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે.
બદામમાં સારી માત્રામાં મેગ્નેશિયમ જોવા મળે છે, જેના કારણે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. જેથી હૃદય સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે.
ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોવાને કારણે તેનું સેવન શુગર લેવલને કંટ્રોલ કરવાની સાથે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
ઓટ્સમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર, આયર્ન અને ઝિંક મળી આવે છે. તેમાં બીટા-ગ્લુકેન નામનું દ્રાવ્ય ફાઈબર હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ અને સુગર લેવલને ઘટાડવાની સાથે તમને એનર્જી મળશે અને તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.
મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર રાગી ટ્રાઈગ્લિસરાઈડ્સ, એલડીએલ કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી ઘટાડે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.