જો તમારું લિવર ખરાબ થાય તો તમારા શરીરમાં આ સમસ્યા સર્જાય છે, જાણી લો તેના લક્ષણો


By Vanraj Dabhi24, Oct 2023 12:01 PMgujaratijagran.com

લિવર ખરાબ થવાના લક્ષણો

લિવર એ શરીરના મહત્વપૂર્ણ અવયવોમાંનું એક છે. તમારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાની સાથે તે પાચનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ તકે જો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો તમને લિવરની સમસ્યાના કારણે કેટલાક લક્ષણો જોવા મળી શકે છે.

ઉબકા અને ઉલટી

જો તમને વારંવાર ઉલટી કે ઉબકા આવતા હોય તો આ લિવર ડેમેજ અથવા લિવરની બીમારીના લક્ષણો હોઈ શકે છે.

લોહીની ઉલટી

જો તમને લોહીની ઉલટી થાય અથવા તમારા લેટરીનમાં લોહી આવે તો તે લિવરની બીમારીનું લક્ષણ હોઈ શકે છે. જો તમને આ લક્ષણો દેખાય તો તેને બિલકુલ અવગણશો નહીં.

પેટનો સોજો

ક્રોનિક લિવર ડિસીઝને કારણે તમારા પેટમાં પ્રવાહી જમા થઈ શકે છે જેના કારણે પેટના આકારમાં અચાનક ફેરફાર દેખાવા લાગે છે. આ પણ લિવર ડેમેજનું લક્ષણ હોઈ શકે છે.

ત્વચા પર ફોલ્લીઓ

જો તમારી ત્વચામાં ખંજવાળ આવે છે તો તે ઓબ્સ્ટ્રક્ટિવની નિશાની હોઈ શકે છે. આ ઉપરાંત તે પિત્ત નળીમાં પથરી, પિત્ત નળી અથવા સ્વાદુપિંડનું કેન્સર, પ્રાથમિક બિલીયરી સિરોસિસને કારણે પણ થઈ શકે છે.

ઊંઘનો અભાવ

લિવર શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે પરંતુ જો તે ખરાબ થાય છે તો આ ઝેર લોહીમાં એકઠું થવા લાગે છે જે ઊંઘના ચક્રને વિક્ષેપિત કરી શકે છે.

પગમાં સોજો

ક્રોનિક લિવર રોગમાં તમારા પગમાં પ્રવાહી ભેગુ થઈ શકે છે. જેના કારણે પગ ફૂલી જાય છે. આ તકે આ લક્ષણને અવગણશો નહીં.

પેશાબના રંગમાં ફેરફાર

જો બરાબર ખાધા પછી પણ તમારા પેશાબના રંગમાં ઘણો બદલાવ આવે છે અથવા તમને ખૂબ જ પીળો પેશાબ આવે છે તો આ પણ એક લક્ષણ હોઈ શકે છે.

વાંચતા રહો

શું તમને પણ તમારા શરીરમાં આ લક્ષણો દેખાય છે? તો અવગણ્યા વગર ઝડપથી ડોક્ટરની સલાહ લો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બ્રોકલીનું જ્યુસ સ્વાસ્થ્યનો ખજાનો છે, દરરોજ પીવાથી આ ફાયદા મળે છે