Kidney Infection: કિડનીમાં ઈન્ફેક્શન થવા પર શરીરમાં જોવા મળે છે આ સંકેત


By Sanket M Parekh04, Jul 2025 03:35 PMgujaratijagran.com

ઉલટી અને ઉબકાની સમસ્યા

જો તમારી કિડનીમાં ઈન્ફેક્શન હોય, તો તમને વારંવાર ઉલટી અને ઉબકાની સમસ્યા થઈ શકે છે.

વારંવાર પેશાબ કરવો

જો તમને કિડનીમાં ઈન્ફેક્શ હોય, તો તમારે વારંવાર પેશાબ કરવા જવાની જરૂર પડી શકે છે.

પેશાબમાં લોહી કે પરુ પડવું

જો કિડનીમાં ઈન્ફેક્શન હોય, તો પેશાબ કરતી વખતે લોહી કે પરુ દેખાઈ શકે છે. આવા કિસ્સામાં જો સમસ્યા વકરે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

પીઠનો દુખાવો

જો કિડનીમાં ઈન્ફેક્શન હોય, તો તમને વારંવાર પીઠ અને હાથમાં દુખાવો થઈ શકે છે. આવી સમસ્યાને અવગણવાનું ટાળો.

દુખાવો અને બળતરા

જો તમને કિડનીમાં ઈન્ફેક્શન હોય, તો પેશાબ કરતી વખતે દુખાવો અને બળતરા થઈ શકે છે. આવા કિસ્સામાં શક્ય તેટલી વહેલી તકે તેની સારવાર કરાવવી જોઈએ.

થાક અને નબળાઈ

જો તમને વારંવાર થાક અને નબળાઈ લાગે છે, તો તમારી કિડનીમાં ઈન્ફેક્શન હોઈ શકે છે. આવા કિસ્સામાં તમારે ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

સ્ત્રીઓ માટે એક ચપટી જાયફળ કેમ રામબાણ છે? જાણો