કિડનીમાં ચેપ લાગે ત્યારે શરીરમાં દેખાય છે આ સંકેતો


By Kajal Chauhan21, Jun 2025 05:20 PMgujaratijagran.com

કિડની આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. કિડનીમાં ચેપ લાગે ત્યારે શરીરમાં કયા સંકેતો દેખાય છે. ચાલો જાણીએ

ઉલટી અને ઉબકાની સમસ્યા

જો તમારી કિડનીમાં ચેપની સમસ્યા હો તો તમને વારંવાર ઉલટી અને ઉબકાની સમસ્યા થઈ શકે છે.

વારંવાર પેશાબ

જો તમારી કિડનીમાં ચેપ શરૂ થાય છે, તો તમને વારંવાર પેશાબ કરવાની જરૂર પડી શકે છે.

પેશાબમાં લોહી અથવા પરુ

કિડનીમાં ચેપ હોય ત્યારે પેશાબ કરતી વખતે લોહી અથવા પરુ પણ બહાર આવી શકે છે. આવી સ્થિતિમાં જો આ સમસ્યા થાય તો તાત્કાલિક ડૉક્ટરને મળો.

શરીરનો દુખાવો

જો કિડનીમાં ચેપ હોય, તો તમારી પીઠ અને હાથમાં વારંવાર દુખાવાની સમસ્યા થઈ શકે છે. આવી સમસ્યાને અવગણવાનું ટાળો.

કમરનો દુખાવો

જો કિડનીમાં ચેપ હોય તો તમને કમરમાં પણ દુખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં આ દુખાવાને ગંભીરતાથી લો.

દુખાવો અને બળતરા

જો તમને કિડનીમાં ચેપ હોય તો પેશાબ કરતી વખતે દુખાવો અને બળતરા થઈ શકે છે.

થાક અને નબળાઈ

જો તમને વારંવાર થાક અને નબળાઈની સમસ્યા અનુભવાય છે તો તમને કિડનીમાં ચેપ થઈ શકે છે.

રોજ મર્કટાસન કરશો તો, આખા શરીરની ચરબી ઝડપથી ઉતરશે