બાળકોથી દૂર રહેવું અથવા તો તેમને એવું કહેવું કે તમે એમને પ્રેમ નથી કરતાં આ વાત તેઓને માનસિક રીતે કમજોર કરી શકે છે. બાળકો સાથે સંબંધ કમજોર થવાનું આ સૌથી મોટું કારણ છે.
બાળકો તમારી વાત નથી માનતા, તો આમા તમારે પોતાનો વ્યવહાર બદલવાની જરૂર છે, નહીં કે બાળકોને ધમકાવવાની કે મારવાની જરૂરત છે.બાળકોને ધમકાવવાથી અથવા તો મારવાથી તેઓ તમારાથી ડરવા લાગે છે અને તમારો સંબંધ બાળકો સ
કોઇ પણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતો અને બાળકો તો સીખી રહ્યા છે. એવામાં તમારા બાળકની સરખામણી બીજા બાળકો સાથે કરવાથી તેમના મન તમારા માટે ખરાબ અસર પેદા કરી શકે છે. આ કારણથી બાળકો તમારાથી દુખી થઇ શકે છે.
બાળકો પર તમારી મરજી થોપવી અથવા તો તમારી મરજી પ્રમાણે તેની સાથે કામ કરાવવું આ પ્રકારનું વર્તન પણ તમારા સંબંધો ખરાબ કરી શકે છે.
ખરાબ વર્તન, બાળકને વાત વાત પર મારવું, ધમકાવવું, તેમને ગાળો કાઢવી તમારા સંબંધને બાળકો સાથે ખરાબ કરવાનું કામ કરે છે. આમ કરવાથી તમારો અને બાળકોનો સંબંધ ટોક્સિક બની શકે છે.