હિન્દુ સંસ્કૃતિમાં પૂજા-પાઠ દરમિયાન તિલક લગાવવાનું વિશેષ મહત્વ છે. સનાતન ધર્મમાં માત્ર માથા પર જ નહીં કંઠ, નાભી, પીઠ અને ભુજાઓ પર પણ તિલક લગાવવામાં આવે છે.
વૈષ્ણવ તિલક ભગવાન વિષ્ણુના ભક્તો લગાવે છે અને આ તિલક પીળા રંગના ગોપી ચંદનનું હોય છે. આ તિલક V શેપમાં કરવામાં આવે છે.
ભગવાન શિવના ઉપાસક ત્રિપુંડ તિલક લગાવે છે. આ કાળા તેમજ લાલ રંગનું હોય છે. ત્રિપુંડ તિલક અનામિકા, મધ્યમા અને અંગૂઠાથી કરવામાં આવે છે.
આ તિલકને મંદિરના પૂજારી તેમજ બ્રાહ્મણો કરતા હોય છે. આ તિલક કપાળની મધ્યમાં બંને આઈબ્રોની વચ્ચે કરવામાં આવે છે.
વિજય તિલક રાજા જ્યારે યુદ્ધ કરવા નીકળે ત્યાર કરવામાં આવે છે. હવેના સમયમાં આપણે જ્યારે કોર્ટ-કચેરીના કામમાં જઈએ અથવા એવાં કોઈ પણ કામમાં કે જ્યાં તમારે વિજય જોઈતો હોય તો વિજય તિલક કરવામાં આવે છે. વિજય તિલક અંગૂઠા વડે કરાય છે.
ક્યારેય સ્નાન કર્યા વગર તિલક ન કરવું જોઈએ. અનામિકા આંગળીથી જ હંમેશા તિલક કરો.