એવામાં આજે અમે તમને જણાવીશું કે, લૉ કાર્બ ડાયટ લેવાથી શરીરને ક્યા-ક્યા નુક્સાન થઈ શકે છે.
જો તમે લો કાર્બ ડાયટ લેતા હશો, તો તમને ચક્કર અને નબળાઈનો અનુભવ થશે. જેની શરીર પર નકારાત્મક અસર થાય છે.
લાંબા સમય સુધી લો કાર્બ ડાયટ ફૉલો કરવાથી મસલ ક્રેમ્પની સમસ્યા પણ જોવા મળી શકે છે.
સતત લો કાર્બ ડાયટ લેવાથી તમને નબળાઈ અને થાકનો અનુભવ થતો રહે છે. જેનાથી તમારું ડેઈલી રૂટીન પણ અસર થઈ શકે છે.
કાર્બોહાઈડ્રેટ વિનાની ડાયટ ફૉલો કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોનું લેવલ વધવા સાથે બ્લડ સર્ક્યૂલેશન પર પણ વિપરિત અસર થઈ શકે છે.
બ્લડ સર્ક્યૂલેશનમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટબન્સ હાર્ટ માટે ખતરો બની શકે છે. એવામાં તમારે તમારી ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.