શિયાળામાં આ જ્યૂસનું સેવન કરો, રહેશો એકદમ ફીટ


By Sanket M Parekh04, Nov 2023 04:12 PMgujaratijagran.com

શિયાળો

શિયાળાની સિઝન ધીમે-ધીમે શરૂ થઈ રહી છે. આ દરમિયાન ડૉક્ટર દ્વારા હેલ્ધી રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે અમે તમને કેટલાક એવા જ્યૂસ વિશે જણાવીશું, જે ઈમ્યૂનિટી વધારવા ઉપરાંત શિયાળામાં પણ ખૂબ જ ફાયદેમંદ મનાય છે.

બીટ અને ગાજર

આયુર્વેદના જાણકાર અનુસાર, શિયાળામાં બીટ અને ગાજરનું જ્યૂસ પીવાથી કેન્સરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

કેન્સર કોશિકાઓ

આ જ્યૂસમાં અનેક એવા એન્ટી કેન્સર ગુણ મળી આવે છે. જેનાથી શરીરમાં કેન્સર કોશિકાઓ વધતી ઘટી જાય છે. જેથી તમે હેલ્ધી રહો છો.

હાઈ બ્લડ પ્રેશર

જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય, તેમણે ગાજર અને બીટનું જ્યૂસ પીવું જોઈએ. જેમાં રહેલ મેગ્નેશિયમ અને પોટેશિયમથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

વજન કંટ્રોલ

ગાજર અને બીટમાં રહેલ ફાઈબર અને ઓછી કેલેરીના કારણે ફેટ ઘટીને શરીર ફીટ થઈ જાય છે. એવામાં દરરોજ એક ગ્લાસ ગાજર અને બીટનું જ્યૂસ પીવું જોઈએ.

પુષ્કળ આયરન

એનીમિયા એટલે કે લોહીની ઉણપથી પરેશાન લોકો માટે બીટ અને ગાજર રામબાણ મનાય છે, કારણ કે તેમાં આયરન પુષ્કળ પ્રમાણમાં મળે છે.

અપચો

ગાજર અને બીટમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળે છે. જેનાથી પાચન તંત્ર તંદુરસ્ત રહે છે. જેનાથી અપચો, કબજિયાત અને ગેસ જેવી સમસ્યા દૂર થાય છે.

યુરિક એસિડ ઓછું કરવામાં મદદરૂપ થશે આ મસાલા