અખરોટ ખાવુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક હોય છે. તેને ખાવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને યાદાશ પણ તેજ બને છે. તેમ છતાં કેટલાક લોકો માટે અખરોટનું સેવન કરવું યોગ્ય હોતું નથી. ચલો જાણીએ કોણે અખરોટનું સેવન કરવાથી બચવું જોઈએ.
અખરોટની અંદર વિટામિન, ફાઈબર, મેગ્નેશિયમ અને એંટી ઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો રહેલા હોય છે. અખરોટને પ્લાન્ટ બેસ્ડ પ્રોટીનનો સારો વિકલ્પ પણ માનવામાં આવે છે.
જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો તમારે અખરોટનું સેવન કરવાથી બચવું જોઈએ. અખરોટમાં કેલોરીની માત્રા વધુ હોય છે, જે વજનને વધારે છે.
જરૂરત કરતા વધારે માત્રામાં અખરોટના સેવનથી પાચનતંત્ર બગડી શકે છે. અખરોટમાં સારી એવી માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને ખરાબ કરી શકે છે.
અખરોટનું વધારે માત્રામાં સેવન કરવાથી અલ્સરના દર્દીઓની સમસ્યા વધી શકે છે. અખરોટ પેટમાં ગરમી વધારી શકે છે. જેનાથી દર્દીની સ્થિતિ વધારે બગડી શકે છે.
જો તમે અસ્થમાંના દર્દી છો, તો અખરોટ ખાવાથી બચવું જોઈએ. અખરોટનું વધારે માત્રામાં સેવન અસ્થમાની સમસ્યાને વધારી શકે છે.
અખરોટના કારણે એલર્જીની સમસ્યા વધી શકે છે. જો કોઈને અખરોટની એલર્જી છે તો તેને અખરોટ બિલકુલ ન ખાવા જોઈએ.
સામાન્ય રીતે રોજના 3-4 અખરોટ ખાવા જોઈએ. તેનાથી વધારે માત્રામાં અખરોટના સેવનથી તમારા શરીરમાં નુકસાન થઇ શકે છે.