ઠંડીમાં વાળમાં ખોડો થવાની સમસ્યા લોકોમાં જોવા મળતી હોય છે. ક્યારેક આ સમસ્યા વધી જતી હોય છે જેનાથી છૂટકારો મેળવવા માટે તમે કેટલીક ટિપ્સને અપનાવી શકો છો. ચલો જાણીએ આ ટિપ્સ વિશે.
એંટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર ડુંગળીનો રસ ખોડો અને ખંજવાળ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. તેને અળધા કલાક માટે વાળમા લગાવી રાખો.
બેકિંગ સોડાથી વાળમાં માલિશ કરો. બેકિંગ સોડાથી માલિશ કરવાથી માથાના ભાગમાં રહેલા ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે.
વિટામિન વ મિનરલથી ભરપૂર દહીં ખોડાથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. દહીંથી વાળમાં માલિશ કરો.
નારિયેળ તેલથી માથાની મસાજ કરો. ખોડાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અઠવાડિયામાં 2 વાર નારિયેળ તેલ વાળમાં લગાવો.
ઓલિવ તેલમાં હળદર ઉમેરીને વાળની સારી રીતે મસાજ કરો. તેમા રહેલા એંટી ઓક્સીડેંટ ગુણ ખોડાની સમસ્યાને દૂર કરે છે.
લીમડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ ખોડાથી રાહત અપાવે છે. જેથી લીમડાના પાણીથી વાળને ધોઓ.