બદલાતી જીવનશૈલી અને ખરાબ લાઈફસ્ટાઇલના કારણે લોકો ગંભીર બીમારીઓનો શિકાર બનતા હોય છે. એવામાં પોતાને ફિટ અને સ્વસ્થ રાખવા માટે તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો.
જો તમે પોતાને ફિટ રાખવા માંગો છો, તો રોજના 10 હજાર પગલાં જરૂર ચલો. ચાલવાથી તમારું બ્લડ પ્રેશર, કેન્સર તથા હૃદય સબંધિત બીમારીઓથી બચી શકાય છે.
સારી અને પૂરતી ઊંઘ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. એટલા માટે રોજની ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ જરૂર લો.
શરીરને સ્વસ્થ અને ફિટ રાખવામાં પાણીની મહત્વની ભૂમિકા હોય છે. એટલા માટે રોજનું 2 લીટર પાણી જરૂરથી પીઓ.
પોતાને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે મેડિટેશનને પોતાના જીવનનો ભાગ બનાવો. રોજ માત્રા 6 મિનિટ સુધી મેડિટેશન કરવાથી તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ દૂર થાય છે.
જો તમને પોતાને સ્વસ્થ રાખવા માંગો છો, તો પોતાના ભોજનમાં ફળ અને લીલા શાકભાજીઓનો સમાવેશ કરો.
દરરોજ સવારે અને સાંજે 30 મિનિટ કસરત કરવાથી પોતાને સ્વસ્થ અને ફિટ રાખવામાં મદદ મળે છે. માટે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો.
પોતાને ફિટ અને સ્વસ્થ રાખવા માટે સિગારેટ અને દારૂ જેવી ખરાબ આદતોથી પોતાને દૂર રાખો.