વિટામીન E કેપ્સ્યુલનો વધુ પડતો ઉપયોગ કરી શકે છે તમારુ નુકસાન


By Smith Taral19, Jan 2024 06:26 PMgujaratijagran.com

સુંદરતા વધારવા માટે ઘણા લોકો વિટામીન E કેપ્સ્યુલનો ઉપયોગ કરે છે. વિટામીન-E સ્કીન માટે ખૂબ સારુ માનવામા આવે છે, આ સિવાય ઘણા લોકો વાળ માટે પણ તેનો ઉપયોગ કરે છે. પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક થઈ શકે છે. આ સ્ટોરીમાં આપણે વિટામીન E કેપ્સ્યુલના વધુ પડતા ઉપયોગના ગેરફાયદા વિશે જાણીશું.

ખીલ થઈ શકે છે

વિટામિન E કેપ્સ્યુલનો વધુ પડતો ઉપયોગ, ખીલનુ કારણ બની શકે છે . વિટામીન E કેપ્સ્યુલ્સનુ તેલ સ્કીનના તેલને વધારે છે. જેના કારણે ત્વચાના છિદ્રો બંધ થવા લાગે છે. જે એક્ને થવાનુ કારણ બને છે.

એલર્જી

વિટામીન E કેપ્સ્યુલનો વધુ પડતા ઉપયોગથી સ્કીનની એલર્જી જેવી કે ફોલ્લીઓ, અને રેશીસ જેવી પ્રોબ્લેમ થઈ શકે છે

સેન્સીટીવ સ્કીન

વિટામિન Eની કેપ્સ્યુલ સીધી સ્કીન પર અપ્લાય ના કરવી જોઈએ. આને કારણે, તમારી ત્વચા વધુ સંવેદનશીલ બની શકે છે. વિટામિન E કેપ્સ્યુલનુ તેલ લગાવ્યા પછી ચહેરો ચોખ્ખા પાણીથી ધોવું.

You may also like

જાણો શેમાથી મળશે સૌથી વધુ વિટામીન-D

ચા પીવાનો શોખ છે? આ 7 ભુલો ક્યારેય ના કરતા

ડ્રાય સ્કીન

વિટામીન Eની કેપ્સ્યુલ ચહેરા પર વધુ પડતી લગાવવાથી સ્કીનનુ નેચરલ ઓઈલ ખતમ થઈ જાય છે, જેનાથી સ્કીન ડ્રાય થઈ જાય છે. આનાથી ચહેરા પર ખંજવાળ અને બળતરા થઈ શકે છે..

વિટામીન E કેપ્સ્યુલને કેવી રીતે લગાવશો

વિટામીન E કેપ્સ્યુલને સીધા ચહેરા પર લગાવવાને બદલે તેને એલોવેરા જેલ, નાળિયેર તેલ અથવા ગ્લિસરીન વગેરે સાથે મિક્સ કરીને લગાવો. આ રીતે લગાવવાથી સ્કીનને નુકસાન થતું નથી.

વિટામીન E કેપ્સ્યુલનો વધુ પડતો ઉપયોગ કરવાથી આ સમસ્યા ઊભી થવાની સંભાવના છે. . સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

30 દિવસમાં જાંઘ અને હીપ્સની ચરબી કરો ઓછી, આ એકસરસાઈઝ થશે મદદરૂપ