30 દિવસમાં જાંઘ અને હીપ્સની ચરબી કરો ઓછી, આ એકસરસાઈઝ થશે મદદરૂપ


By Smith Taral19, Jan 2024 05:27 PMgujaratijagran.com

દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેમની બોડી હંમેશા ફીટ બની રહે. પરંતુ ફીટ બોડી રાખવા માટે સ્ટ્રીક્ટ ડાયેટ અને કસરત કરવી જરૂરી બને છે. બોડીમા ઘણી વાર ફેટ જમા થઈ જતો હોય છે, અને એ તમારી પર્સનાલીટીને ખરાબ દેખાડે છે. એવામા જો તમારી જાંઘ અને હીપ્સની ચરબી વઘી ગઈ હોય તો ચાલો જાણીએ તેને 30 દિવસમા કેવી રીતે ઓછી કરી શકાય છે.

બ્રિસ્ક વોક

જો તમે તમારા પગને શેપમા લાવવા માંગતા હોવ તો તમે બ્રિસ્ક વોક કરી શકો છો. આનાથી જાંઘની ચરબી ઓછી કરવામા મદદ મળે છે.

રનિંગ

જાંઘ અને હીપ્સની ચરબીને ઓછી કરવા માટે તમારે રોજ રનિંગ કરવુ જોઈએ. દોડ લગાવવાથી મસલ્સ પણ મજબૂત બને છે.

થાઈ પ્રેસ

આ કરવા માટે તમે સીધા ઊભા રહી જાઓ અને બંને પગને સાથે કરી દો. ત્યારપછી તમારા પેટને અંદર ખેંચો અને જાંઘને ટાઈટ કરી લો.

You may also like

વૃદ્ધાવસ્થામાં મગજ રહેશે Young and Healthy ફક્ત આ 5 કસરતો કરો

હાર્ટને સ્વસ્થ રાખવા માટે કંઈ કસરત કરવી ?

જંપીગ જેક

આ એકસરસાઈઝ કરવા માટે તમે સીધા ઊભા રહી જાઓ, અને બંને પગ વચ્ચે થોડી ગેપ રાખો. હવે તમારે ઉપરની તરફ ઉછળવાનું છે.

જંપીગ જેક કરવાના સ્ટેપ્સ

આ દરમિયાન તમારા બંને હાથને સીધા તમારા માથા ઉપર લઈ જાઓ અને બંને પગને ફેલાવો. હવે તમે નોર્મલ પોઝીશનમાં આવી જાઓ. આ એકસરસાઈઝ 2-3 મિનીટ સુધી કરો.

સ્કવોટ

આ માટે સીધા ઊભા રહી જાઓ અને તમારા પગની વચ્ચે ગેપ બનાવી લો. હવે તમારા હાથ સામેની બાજુ ફેલાવો, અને ઘૂંટણથી વળીને ધીરે ઘીરે નીચે તરફ બેસવાના પ્રયત્ન કરો, પછી નોર્મલ પોઝીશનમાં આવી જાઓ.

આ એકસરસાઈઝ કરીને તમે આરામથી 30 દિવસોમા જાંઘ અને હીપ્સની ચરબી ઓછી કરી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો. આવી પ્રકારની અન્ય માહિતી માટે વાંચતા રહો ગૂજરાતી જાગરણ.

કર્વી ફીગર જોઈતી હોય તો શરૂ કરી દો આ એક્સરસાઈઝ