કર્વી ફીગર જોઈતી હોય તો શરૂ કરી દો આ એક્સરસાઈઝ


By Smith Taral19, Jan 2024 04:09 PMgujaratijagran.com

સ્ત્રીઓ પોતાની ફીગરને લઈને ઘણી સજાગ રહેતી હોય છે. શરીરમા વધારાની ચરબી દૂર કરવા અવનવા ડાયેટ ફોલો કરવામા આવતા હોય છે. પરંતુ માત્ર ડાયેટ બદલવાથી પરિણામ નથી મળતુ, તે માટે એકસરસાઈઝ કરવાની પણ જરૂર પડે છે. આ સ્ટોરીમા કેટલીક એવી ફીઝીકલ એક્સસાઈઝની વાત કરીશું જે કરીવાથી તમે અટ્રેક્ટીવ ફીગર મેળવી શકો છો.

એક્સરસાઈઝ કરવી

જો તમે કર્વી ફીગર મેળવવા માટે કસરત કરતા હોવ તો તમે કેટલીક સરળ ટીપ્સ ફોલો કરી શકો છો. ચાલો તો જાણીએ તમે કયા પ્રકારની એક્સરસાઈઝ કરી શકો છો.

સ્કવોટ્સ

સ્કવોટ્સની મદદથી તમે જાંઘ, હેમસિટ્રંગ અને હીપ્સની મસલ્સને મજબૂત કરી શકો છો. સ્કવોટ્સ કરવાથી વધારે કેલરી બર્ન કરી શકાય છે. જેનાથી વજન ઘટાડી શકાય છે. આ એક્સરસાઈઝ કરીને તમે કર્વી ફીગર મેળવી શકો છો

સ્ટેપ અપ

સ્ટેપ અપ કરવાથી તમારો સ્ટેમીના વધારી શકો છો. આનાથી લોઅર બોડી સ્ટ્રેન્ગથ વધારવામા મદદ મળે છે. સ્ટેપ અપ એક્સરસાઈઝથી પગ અને હીપ્સ પર જોર પડે છે, જેનાથી તમારી હિપ્સ શેપમા આવે છે.

You may also like

વૃદ્ધાવસ્થામાં મગજ રહેશે Young and Healthy ફક્ત આ 5 કસરતો કરો

હાર્ટને સ્વસ્થ રાખવા માટે કંઈ કસરત કરવી ?

જંપ સ્કવોટ

સ્કવોટ જંપની મદદથી પગ અને હીપ્સ અને હાથના મસલ્સ એકસાથે કામ કરે છે. સ્કવોટ જંપથી કાર્ડીયો અને સ્ટ્રેંથ ટ્રેનિંગ પણ થઈ જાય છે. આ એક્સરસાઈઝ કરવાથી શરીરને કર્વી બનાવી શકાય છે.

આ એક્સરસાઈઝની મદદથી તમે કર્વી ફીગર મેળવી શકો છો. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો. સ્વાસ્થ્ય લગતી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

શિયાળામાં ખાવો શેકેલા ચણા અને ગોળ મળશે અદ્ભૂત ફાયદા