Side Effects Of Spinach: પાલક ખાવાના ગેરફાયદા વિશે નથી ખબર! જાણી લો


By Vanraj Dabhi24, Oct 2024 11:06 AMgujaratijagran.com

પાલકના ગેરફાયદા

શિયાળામાં પાલકનું સેવન ખૂબ જ ફાયદાકર હોય છે, પરંતુ કેટલાક લોકો માટે નુકશાનકારક હોય છે, ચાલો જાણીએ તેના વિશે.

ગેસની સમસ્યા

પાલક ફાઈબરનો સારો સ્ત્રોત છે, પરંતુ તેનું વધુ પડતું સેવન શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેના વધુ પડતા સેવનથી પેટમાં દુખાવો અને ગેસ થઈ શકે છે.

લૂઝ મોશનની સમસ્યા

પાલકમાં ફાઈબર, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન વગેરે ગુણો જોવા મળે છે. પાલકનું વધુ પડતું સેવન કરવાથી લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે.

કિડની સ્ટોનની સમસ્યા

પાલકમાં કેલ્શિયમ ઓક્સાલેટ હોય છે, તેથી તેનું વધુ પડતું સેવન કરવાથી કિડનીમાં પથરી થઈ શકે છે.

સંધિવાની સમસ્યા

પાલકના વધુ પડતા સેવનથી સંધિવાની સમસ્યા પણ થઈ શકે છે. તેથી આર્થરાઈટિસ અથવા સાંધાના દુખાવાના દર્દીઓએ પાલકનું સેવન ટાળવું જોઈએ.

લોહીની સમસ્યાઓ

પાલકમાં વિટામિન K ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમે લોહીને પાતળું કરતી દવાઓ લઈ રહ્યા છો, તો પાલકનું સેવનથી તમારું રક્ત ગંઠાઈ શકે છે.

પાચન સંબંધી સમસ્યાઓ

ફાઈબરથી ભરપૂર પાલકનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં ગેસ, પેટનું ફૂલવું કે પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પાલક કેટલું ખાવું યોગ્ય છે?

પાલકનું રોજ સેવન કરવાનું ટાળો.તેનું સેવન વૈકલ્પિક દિવસોમાં જ કરો. આ રીતે તમે અઠવાડિયામાં ત્રણ વખત પાલકનું સેવન કરી શકો છો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Uric Acid: યુરિક એસિડ કંટ્રોલ કરવા માટે આ રીતે અજમાનો ઉપયોગ કરો