Uric Acid: યુરિક એસિડ કંટ્રોલ કરવા માટે આ રીતે અજમાનો ઉપયોગ કરો


By Sanket M Parekh23, Oct 2024 03:56 PMgujaratijagran.com

યુરિક એસિડની સમસ્યા

ઘણાં લોકો યુરિક એસિડ વધવાની સમસ્યાનો સામનો કરતા હોય છે. જેનાથી તેમને અનેક તકલીફ થાય છે. તો ચાલો જાણીએ યુરિક એસિડને કંટ્રોલ કરવા અજમાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

ખાણી-પીણી પર ધ્યાન આપવું

શરીરને હેલ્ધી રાખવા માટે ખાણી-પીણી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આ માટે ડાયટમાં પોષક તત્વો યુક્ત ફૂડ સામેલ કરવું જોઈએ.

પોષક તત્વોથી ભરપુર અજમો

અજમામાં પ્રોટીન, ફેટ, ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફોરસ, આયરન, એન્ટી ઑક્સિડેન્ટ અને એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણ હોય છે. આ પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નીવડે છે.

અજમાનું પાણી પીવુ

યુરિક એસિડના દર્દીઓએ રાતે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો રાખી દેવો જોઈએ. જે બાદ સવારે ઉઠતા વેંત આ પાણીને ગાળીને પી જવું જોઈએ. જેનાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે.

અજમો અને આદુ

અજમા અને આદુનું સાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. જેનાથી યુરિક એસિડ કંટ્રોલ થવા લાગે છે અને પાચન સબંધિત સમસ્યા પણ દૂર થવા લાગે છે.

હાડકા મજબૂત બનાવે

અજમા રહેલા કેલ્શિયમ અને ફોસ્ફોરસ જેવા તત્વો હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

પાચન સુધારે

અજમો પાચન એન્જાઈમને વધારવામાં મદદરૂપ છે. સવારે અજમાનું પાણી પીવાથી પાચન સાથે સંકળાયેલી સમસ્યા દૂર થવા લાગે છે. આ સાથે જ ગેસ અને કબજિયાતથી છૂટકારો મળે છે.

ઈમ્યુનિટી બૂસ્ટ કરે

અજમામાં એન્ટી ઑક્સિડેન્ટ અને એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ હોય છે, જે ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદ કરે છે. જેનું સેવન કરવાથી શરીરમાં ઈન્ફેક્શન થવાનો ખતરો ઘટી જાય છે.

Banana Side Effects: રાતે કેળા કેમ ના ખાવા જોઈએ?