કેળા અનેક પોષક તત્વોથી ભરપુર હોય છે. જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. આપણે વડીલો પાસેથી સાંભળ્યું હશે કે, રાતે કેળા ના ખાવા જોઈએ. આ બાબતે સિરસા સ્થિત રામહંસ ચેરિટેબલ ટ્રસ્ટ હૉસ્પિટલના આયુર્વેદાચાર્ય ડૉ. શ્રેય શર્મા પાસેથી જાણીએ કે, તમારે રાતે કેળા કેમ ના ખાવા જોઈએ?
એક્સપર્ટના મતે, કેટલાક લોકોને રાતે કેળા ખાવાથી કફ, શરદી, ઉધરસ, તાવ અને પેટ અપસેટ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
રાતે કેળા ખાવાથી મેટાબોલિઝમ રેટ ઘટે છે. જેના કારણે તમે મોટાપાનો શિકાર બની જાવ છો. કેળામાં રહેલ કેલેરી પચવામાં વધારે પડતો સમય લે છે, જે ફેટ જમા થવાનું કારણ બને છે.
રાતે કેળા ખાવાથી આપને શરદી-ઉધરસ થઈ શકે છે. રાતે કેળા ખાવાથી કફ વધે છે, જે ઉધરસની સમસ્યા વધારી શકે છે.
રાતે કેળા ખાવાથી તમને પાચન સબંધિત સમસ્યા થઈ શકે છે. કેળામાં સ્ટાર્ચ અને ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે, જે પચવામાં સમસ્યા ઉભી કરે છે. જેનાથી પેટમાં દુખાવો, કબજિયાત, ગેસ અને અપચાની સમસ્યા થઈ શકે છે.
સાઈનસ, અસ્થમા અથવા શ્વાસ સબંધિત અન્ય બીમારીથી પીડિત લોકોની સમસ્યા રાતે કેળા ખાવાના કારણે વધી જાય છે. આથી રાતે કેળા ન ખાવા જોઈએ.
ડાયાબિટીશના દર્દીએ રાતે કેળા ખાવાનું ટાળવું જોઈએ. જેથી બ્લડ સુગર લેવલ વધી શકે છે.