શિયાળામાં ક્યાં કયાં લોકોએ પાલકનું સેવન ન કરવું જોઈએ? આવો જાણીએ


By Vanraj Dabhi02, Dec 2023 05:06 PMgujaratijagran.com

કોણે પાલકની ભાજી ન ખાવી જોઈએ?

પાલકમાં પૂરતા પ્રમાણમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે. તેમાં ઘણા એવા તત્વો જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. આ તકે તેનું સેવન કેટલાક લોકો માટે જોખમી પણ હોઈ શકે છે. આવો આજે અમે તમને જણાવીએ કે કયા લોકોએ પાલકનું સેવન ન કરવું જોઈએ.

પાચનની સમસ્યા દરમિયાન સેવન ન કરો

જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો તમારે વધારે પાલક ખાવાનું ટાળવું જોઈએ. તેના વધુ પડતા સેવનથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

હૃદયની સમસ્યાઓ દરમિયાન સેવન ન કરો

જો તમે કોઈ પણ પ્રકારની હૃદયની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો, તો તમારે પાલક ન ખાવી જોઈએ. પાલકના વધુ પડતા સેવનથી લોહી ગંઠાઈ જવાની સમસ્યા થઈ શકે છે.

સંધિવાની બામારીમાં સેવન ન કરો

જો તમે પહેલાથી જ આર્થરાઈટિસ અથવા સાંધાના દુખાવાથી પરેશાન છો, તો વધુ પડતા પાલકનું સેવન કરવાનું ટાળો. હકીકતમાં તેમાં જોવા મળતા તત્વો સાંધાના દુખાવામાં વધારો કરી શકે છે.

એલર્જી દરમિયાન

ડોક્ટરના મતે પાલકમાં હિસ્ટામાઈન જોવા મળે છે જેને ખાવાથી કેટલાક લોકોને એલર્જીની સમસ્યા થઈ શકે છે. આ તકે તમારે તેને ખાવાનું ટાળવું જોઈએ.

કિડનીમાં પથરી દરમિયાન સેવન ન કરો

હેલ્થ એક્સપર્ટના મતે કિડનીમાં પથરી હોય તે લોકોએ પાલકનું સેવન ન કરવું જોઈએ, તેનાથી કિડનીની તકલીફ વધી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓએ સેવન ન કરવું

પાલકમાં ઘણા પ્રકારના વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે જે લોહીને પાતળું કરવાની દવાઓ સાથે પ્રતિક્રિયા આપે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનાથી બચવું જોઈએ.

કબજિયાત દરમિયાન સેવન ન કરો

જો તમને વારંવાર કબજિયાત રહેતી હોય તો તમારે પાલકનું સેવન ટાળવું જોઈએ. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે કબજિયાતની સમસ્યાને વધારી શકે છે.

વાંચતા રહો

આ સ્થિતિમાં તમારે પાલકની લીલા ખાવાનું પણ ટાળવું જોઈએ, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હાઈ બ્લડ સુગર કેવી રીતે કંટ્રોલ કરવું? ચાલો જાણીએ