ઓફિસ કે ઘરમાં લાંબા સમસય સુધી એક જ મુદ્રા બેસી રહેવાથી તેમે અનેક ખતરનાક બીમારીઓને આમંત્રણ આપો છો.
લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી તમારું બ્લડ પ્રેશર વધી શકે છે. હૃદયના દર્દીઓ માટે આ ખરેખર ચિંતાજનક છે.
જે લોકો ડેસ્ક પર કામ કરે છે તેઓને એક જ મુદ્રામાં બેસવાના કારણે સર્વાઇકલ પેઇની બીમારીનો સામનો કરવો પડે છે.
તમે શારીરિક પ્રવૃતિ કર્યા વગર એક જ જગ્યાએ લાંબા સમય સુધી ખાલી બેસીને મેદસ્વીતાનો શિકાર બની શકો છો.
લાંબા સમય સુધી બેસી રહેવાથી એથરોસ્ક્લેરોસિસ (ધમનીઓમાં તકતીઓ) થવાની શક્યતાઓ પણ વધી શકે છે.
જે લોકો કોમ્પ્યુટર પર કામ કરે છે અને શરીરને વધુ હલનચલન કરતા નથી તેઓને વારંવાર પીઠમાં દુખાવો થાય છે.
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ઘરમાં કે ઓફિસમાં એક જ મુદ્રામાં બેસી રહેવાથી તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન પણ બગડી શકે છે.
તમારે તમારી આ આદતને ઝડપથી સુધારવાની કોશિશ કરવી જોઈએ, નહીં તો તમે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બની શકો છો.
તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે તમારે તમારી મુદ્રા યોગ્ય રાખવી જોઈએ અને વચ્ચે ઊભા થઈને થોડુ ચાલવું જોઈએ.