માથાના દુખાવા માટે અપનાવો આ ઘરેલું ઉપચાર


By Jivan Kapuriya31, Jul 2023 10:29 AMgujaratijagran.com

જાણો

માથાનો દુખાવો દૂર કરવા માટે લોકો ઘણીવાર દવાઓનો સહારો લે છે.પરંતુ આ દવાઓ શરીર પર ખરાબ અસર કરે છે.તેનાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક હેલ્દી ડ્રિંક્સનો સહારો લઈ શકો છો.તેનું સેવન કરવાથી તમને માથાના દુખાવામાં ઘણી રાહત મળશે.

ફુદીનાની ચા

ફુદીનાની ચામાં રહેલું મિથેનોલ માથાના દુખાવાથી ઘણી રાહત આપે છે.તે સ્નાયુઓમાં જડતા દૂર કરવામાં પણ અસરકારક છે.તદ્દ ઉપરાંત આ ચા પીવાથી તણાવમાં પણ રાહત મળશે.

આદુની ચા

આદુની ચા માથાના દુખાવા ઉપરાંત ઘણી સમસ્યાઓથી રાહત આપે છે. આ પીધા પછી તમને ખૂબ સારું લાગશે.તે માઈગ્રેનના દુખાવામાં પણ રાહત આપે છે.

લીંબુ પાણી

માથાનો દુખાવો ઓછો કરવા માટે તમે લીંબુનું શરબત પસંદ કરી શકો છો. એક કપ ઉકાળેલા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી ઘણી રાહત મળે છે.

બદામવાળું દૂધ

બદામનું દૂધ પીવાથી માથાના દુખાવામાં ઘણી રાહત મળે છે. તે હેલ્દી પણ છે,જે માથાનો દુખાવો અને માઈગ્રેનનો દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.

તુલસી અને મધ

માથાનો દુખાવો થવા પર તમે તુલસી અને મધનું પાણી બનાવીને પી શકો છો. તેના માટે પાણીમાં તુલસીના પાન નાખીને ઉકાળો અને ઠંડુ થયા બાદ મધ મિક્સ કરીને પીવો.

ફિવરફ્લૂ ચા

ફિવરફ્લૂ પ્રાચીન સમયમાં તેના ઘણા ઔષધીય ગુણધર્મોને કારણે એસ્પિરિન તરીકે જાણીતું હતું. તે માથાનો દુખાવો મટાડવામાં પણ મદદ કરે છે.

ગ્રીન જ્યુસ

ગ્રીન જ્યુસ તમારા શરીરને માઈગ્રેન સામે લડવા માટે જરૂરી તમામ વિટામિન અને મિનરલ્સ મેળવવાની એક સરસ રીત છે. તેનાથી માથાના દુખાવામાં પણ રાહત મળે છે.

માથાના દુખાવાથી રાહત મેળવવા માટે તમે આ કુદરતી પીણાંની મદદ પણ લઈ શકો છો.

આ ઘરગથ્થુ ઉપાયો દ્વારા ઓઇલી ત્વચાથી મેળવો છુટકારો