આ ઘરગથ્થુ ઉપાયો દ્વારા ઓઇલી ત્વચાથી મેળવો છુટકારો


By Hariom Sharma30, Jul 2023 09:06 PMgujaratijagran.com

યોગ્ય કાળજી જરૂરી

જે લોકોની સ્કિન ઓઇલી છે તેઓને ઘણી સમસ્યા થાય છે. જો તેઓ સ્કિનની યોગ્ય કાળજી ના રાખે તો તેમની ત્વચામાં હંમેશાં ચીકાશ બની રહે છે. આનાથી તમારો લુક ખરાબ દેખાય છે.

દહીં અને ચણાનો લોટ

જો તમારે ઓઇલી ત્વચાથી છુટકારો મેળવવો હોય તો, દહીંમાં ચાણોનો લેટ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો. હવે મિશ્રણ દસ મિનિટ સુધી તમારા ફેસ ઉપર લગાવીને રાખો. ત્યારે બાદ ઠંડા પાણીથી ફેસ ધોઇ લો.

હેવી મેકઅપથી દૂર રહો

હેવી મેકઅપ કરવાથી પરશેવો ખૂબ થાય છે, જેનાથી તમારી સ્કિન ઓઇલી અને ચીકાશવાળી દેખાય છે. આ કારણથી જ હંમેશાં લાઇટ અથવા નેચરલ મેકઅપ જ કરવો.

લીંબુ- મધની કમાલ

લીંબુ તમને અલગ અલગ સ્કિન ટોનથી મુક્તિ અપાવશે. આ વધુ પડતાં ઓઇલને મેનેજ કરવામાં પણ મદદ કરે છે. લીંબુ-મધના મિશ્રણને ફેસપેકની જેમ ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી ધોઇ લો, ત્વચામાં ચમક જોવા મળશે.

બ્લાટિંગ પેપર

જો તમારી સ્કિન ઓઇલી છે તો હંમેશાં તમારી પાસે અબ્જોર્બિંગ પેપર અથવા તો બ્લાટિંગ પેપર રાખો. આનાથી તમારી ત્વચા પર વધુ પડતા ઓઇલને શોષવામાં મદદ કરે છે.

છાતીમાં ડાબી બાજુ થઇ રહ્યો છે દુખાવો, ઘણાં કારણો હોઇ શકે છે