Rapid Weight Loss Risks: ઝડપથી વજન ઉતારવા જતાં આ બીમારીઓ થઈ શકે છે


By Sanket M Parekh16, Mar 2025 04:10 PMgujaratijagran.com

ઝડપથી વજન ઉતારવાથી શું થાય

દરેક જણ એવું જ ઈચ્છે છે કે, પોતે એકદમ સ્લિમ અને ફિટ દેખાય. એવામાં આજે મોટાભાગના લોકો ઝડપથી વજન ઉતારવા મથી રહ્યા છે.

ઝડપથી વજન ઘટાડવા જતાં નુકસાન

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ઝડપથી વજન ઉતારવું શરીર માટે કેટલું ઘાતક નીવડી શકે છે. તો ચાલો આજે જાણીએ ઝડપથી વજન ઘટાડવાના 5 સૌથી મોટા ખતરા વિશે...

નબળી માંસપેશી

જો તમે ઝડપથી વજન ઉતારવાના ચક્કરમાં પુરતા પ્રમાણમાં પ્રોટીન નહીં લો, તો તમારી માંસપેશીઓ ધીમે-ધીમે નબળી પડવા લાગે છે.

હાર્ટ સબંધિત સમસ્યા

ઝડપથી વજન ઉતારવાના ચક્કરમાં હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યા થવાનો ખતરો વધી જાય છે.

પોષણની ઉણપ અને શરીરમાં નબળાઈ

ઓછી કેલેરી લેવાથી શરીરને પુરતા પ્રમાણમાં પોષક તત્વો નથી મળી શકતા. જેના પરિણામે થાક, ચક્કર આવવા અને નબળાઈ જેવી સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા વકરી શકે છે.

મેટાબૉલિઝમ પર વિપરિત અસર

જો તમે ઝડપથી વજન ઉતારવાનો પ્રયાસ કરો છો, તો તમારું મેટાબૉલિઝમ મંદ પડવા માંડે છે. જે આગળ જતાં તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડશે.

પાચન તંત્ર બગાડે

ઝડપથી વજન ઉતારવાના કારણે પાચન તંત્ર પર ખરાબ અસર થાય છે. જેના પરિણામે અપચો, પેટમાં ચૂંક, પેટમાં દુખાવો અને કબજિયાત જેવી સમસ્યા વકરે છે.

કંઈ વાતોનું ધ્યાન રાખવું?

જો તમે તમારું વજન ઉતારવા માંગતા હોવ, તો તમારે હેલ્ધી રીત અપનાવવી જોઈએ. ઝડપથી વજન ઘટાડવાના ચક્કરમાં તમારા સ્વાસ્થ્ય સાથે ખિલવાડ ના કરવો જોઈએ.

હળદરથી કઈ-કઈ બિમારીને ઠીક કરી શકાય છે?