જ્યારે આપણે જલ્દી વજન ઉતારી દઈએ છીએ, ત્યારે તેના પ્રાથમિક પરિણામો ખૂબ જ ઉત્સાહજનક હોય છે. જો કે આ અસર લાંબા સમય સુધી ટકતું જ નથી. તો ચાલો PubMedના રિપોર્ટથી તેની પાછળના ગંભીર નુકસાન વિશે જાણીએ...
ઝડપથી વજન ઘટાડવા જતાં શરીરની એનર્જી બર્ન કરવાની ગતિ મંદ પડી જાય છે. જેનો અર્થ એ થયો કે, આગળ વજન ઉતારવું વધારે મુશ્કેલ થઈ જાય છે.
ખૂબ ઓછું ખાવાના કારણે શરીરને જરૂરી પોષણ નથી મળી શકતું. જેના પરિણામે થાક, માથું ભમવું અને સતત નબળાઈનો અહેસાસ થવા લાગે છે.
ઝડપથી વજન ઉતારવાથી માત્ર શરીરની ચરબી જ નહીં, પરંતુ માંસપેશિઓ પણ ઘટે છે. જેના પરિણામે શરીર નબળું પડી જાય છે અને સ્ટેમિના ઓછો થવા લાગે છે.
અચાનક વજન ઉતારવું હ્રદયના ધબકારાને અસામાન્ય કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં તો હાર્ટ સબંધિત ગંભીર બીમારીઓનો ખતરો પણ વધી જાય છે.
શરીરમાં પોષણની ઉણપના કારણે વાળ ખરવા માંડે છે. આ સાથે જ સ્કિન પણ ડલ થઈ જાય છે.
જ્યારે શરીરને પુરતી એનરજી ના મળે, ત્યારે તેની સીધી અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. આખરે તમને જલ્દી ગુસ્સો આવવા લાગે છે અથવા તમે ઉદાસ થઈ શકો છો.
ઝડપથી વજન ઉતારવું કાયમી ઈલાજ નથી. જેવી તમે સામાન્ય ડાયટ લેવાનું શરૂ કરો, તે સાથે જ તમારું વજન બેવડી ગતિથી વધવા માંડે છે. ઘણા કિસ્સામાં તો વ્યક્તિનું વજન પહેલા કરતાં પણ વધી જાય છે.
ધીમે-ધીમે વજન ઉતારવું જ સૌથી સુરક્ષિત અને કારગર ઉપાય છે. સંતુલિત ડાયટ, નિયમિત એક્સરસાઈઝ અને પુરતી ગાઢ ઊંઘથી શરીર સ્વસ્થ રહે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે.