હવે હાઈ બ્લડ પ્રેશર માત્ર વૃદ્ધોની જ બીમારી નથી રહી. અત્યારે 20 થી 30 વર્ષની વયજૂથના લોકો પણ બ્લડ પ્રેશરની સમસ્યાનો શિકાર બની રહ્યાં છે. આ સંદર્ભે PubMedના રિપોર્ટથી જાણીએ કે, નાની વયે જ કેમ હાઈ બ્લડ પ્રેશર થઈ જાય છે?
જ્યારે હ્રદય લોહીને ધમનીમાં વધારે દબાણ પંપ કરે છે, તેને હાઈ બ્લડપ્રેશર કહેવામાં આવે છે. જે ધીમે-ધીમે શરીરને વધારે નુકસાન પહોંચાડે છે.
આજની ખરાબ લાઈફસ્ટાઈલ, બેઠાડું જીવનશૈલી, ખાણી-પીણીની ખોટી આદતો, તણાવ અને અપૂરતી ઊંઘ જેવા કારણો યુવાનોમાં બ્લડ પ્રેશર હાઈ થવા લાગે છે.
કૉલેજ, કરિયર અને સબંધો સાથે સંકળાયેલ ટેન્શન સીધું હાર્ટ પર અસર કરે છે. સતત વધતો જતો તણાવ બ્લડ પ્રેશરને ધીમે-ધીમે ઉપર લાવે છે.
જંકફૂડ, વધારે પડતું મીઠું, ગળ્યું અને સતત બેઠા-બેઠા કામ કરવાની આદત શરીરનું બ્લડ પ્રેશર બગાડી નાંખે છે. આ આદતો યુવાનોમાં ખાસ જોવા મળી રહી છે.
જો તમે દરરોજ 6 કલાકથી ઓછું સૂતા હોવ, તો તેના કારણે શરીરમાં હોર્મોનલ અસંતુલન પેદા થાય છે. જેના પરિણામે પણ બ્લડ પ્રેશર વધી શકે છે.
વધારે સમય સુધી મોબાઈલ, લેપટૉપ કે TV જોવું માત્ર તમારી ફિજિકલ એક્ટિવિટીને ઓછી કરવા સાથે-સાથે મગજને થકવી નાંખે છે. જેના પરિણામે બ્લડપ્રેશર વધી શકે છે.
સતત થાક, માથામાં દુખાવો, ચક્કર આવવા, અચાનક ધબકારા વધી જવા આ તમામ સંકેત જણાવે છે કે, તમારું બ્લડપ્રેશર વધી રહ્યું છે.આથી યુવાનોએ આવા લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ના કરવા જોઈએ.
હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી બચવા માટે દરરોજ થોડી-થોડી એક્સરસાઈઝ કરો, સંતુલિય ડાયટ લો, તણાવ ઓછો કરો અને પુરતી ઊંઘ લો. આ સાથે જ સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવવું પણ ખૂબ જ જરૂરી છે.