વાળ પર મહેંદીનો વધુ ઉપયોગ કરવાથી વાળ ડ્રાઇ થઇ શકે છે. આમાં રહેલા હાનિકારક કેમિકલ્સ સ્કેલ્પને ડ્રાઇ બનાવે છે, જેનાથી વાળ શુષ્ક થવાની સાથે સાથે તેની ચમક પણ ઓછી થાય છે.
વધુ મહેંદી લગાવવાથી સ્કેલ્પ અને વાળમાં ખંજવાળ પણ આવી શકે છે. આમા રહેલા કેમિકલ્સ સ્કેલ્પને ડ્રાઇ કરી શકે છે, જેનાથી માથામાં ખંજવાળની સમસ્યા થઇ શકે છે.
વાળમાં મહેંદીનો વધુ ઉપયોગ કરવાથી વાળનો પ્રાકૃતિક કલર બદલાઇ શકે છે. જો તમે મહેંદને વધુ સમય સુધી લગાવી રાખતા હો તો આ વાળનો કલર ખરાબ કરી શકે છે.
વાળમાં મહેંદીનો ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સમસ્યા પણ થઇ શકે છે. આમા રહેલા કેમિકલ વાળને રફ અને ડ્રાઇ બનાવે છે, જેનાથી ઘણી વાર કાંસકો કરતાં સમયે વાળ તૂટી શકે છે.
ઘણી વાર વાળમાં મહેંદી લગાવ્યા પછી વાળને ધોતા સમયે મહેંદી આંખોમાં જાય છે, જેનાથી આંખમાં ખંજવાળ અને બળતરા થઇ શકે છે. વાળમાં કરેલી મહેંદી ધોતા સમયે આંખોનું ધ્યાન રાખો.
વાળમાં મહેંદ લગાવ્યા પછી વાળ ખરાબ ના થાય તે મટે તેલ લગાવો. આનાથી ડ્રાઇનેસ ઓછી થવાની સાથે વાળ કન્ડિશનિંગ પણ થશે.