બાળકોની આંખોમાં કાજલ લગાવવાથી તેની આંખોથી પાણી આવવાની સમસ્યા થઈ શકે છે. આવું એટલા માટે છે, કારણ કે કાજલ આંખોના ખુણામાં જામી જાય છે.
નાના બાળકોની આંખોમાં અનેક વખત વધારે કાજલ લગાવવાથી આંખોની વચ્ચેના હિસ્સા એટલે કે કિકીને નુક્સાન પહોંચી શખે છે. જેના કારણે આંખની રોશની પર વિપરિત અસર થાય છે.
આંખોમાં કાજલ લગાવવાથી બાળકોને ખણ આવવા લાગે છે. જેના કારણે તેમના મગજના વિકાસમાં અવરોધ પેદા થઈ શકે છે.
બાળકની આંખો નાજુક હોય છે. આંગળીથી તેમની આંખોમાં કાજલ લગાવવાથી ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે. આથી તેમની આંખો પર કાજલ ના લગાવવું જોઈએ.
અનેક વખત બાળક આંખો પર લાગેલા કાજલને હાથથી રગડી નાંખે છે. જેનાથી હાથની સ્કિન પર ઈન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે.
કાજલમાં રહેલ લેડ બાળકો માટે જોખમી હોય છે. બાળકની આંખોમાં કાજલ ઉપયોગ કરવાથી તેમની બોડીમાં લેડ જાય છે, જે નર્વસ સિસ્ટમ પર વિપરિત અસર કરે છે.