ઉંમર વધવાની સાથે સાથે એજિંગના લક્ષણો વધવા લાગે છે. તમારી સ્કિનને એન્ટિ એજિંગ અને સુંદર બનાવવા માટે તમે આ સરળ ટીપ્સ ફોલો કરો.
તમારી સ્કિનને યંગ રાખવા માગો છો તો રોજ ફેસ મસાજ કરો. મોઇશ્ચરાઇઝર, ઓઇલ અથવા સીરમ લગાવીને ચહેરાની માલીશ કરીને ફેસની ચરબીથી છુટકારો મેળવી શકો છો.
સૂર્યના હાનિકારક કિરણો સ્કિન એજિંગના લક્ષણોને વધારી શકે છે. આ માટે તડકામાં બહાર નીકળતા પહેલા સનસ્ક્રિન જરૂર લગાવો અને સ્કિનને ઠાંકવાનું ના ભૂલો.
તમારી ત્વચાને યંગ અને સોફ્ટ રાખવા માટે ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરો. પાણી પીવાથી સ્કિન ડ્રાઇનેસની સમસ્યાને ઘટાડી શકાય છે.
કસરત કરવી ત્વચા માટે ખૂબ જ ગુણકારી છે. રોજ કસરત અથવા ફેસ યોગ કરવાથી ચહેરાનું બ્લડ સર્ક્યુલેશન ઝડપી કરવાની સાથે ત્વચાને યંગ રાખી શકાય છે.
તમારી ત્વચાને સુંદર અને યંગ બનાવવા માગો છો તો રોજ 8થી 9 કલાક ઊંઘ જરૂર લો. ઊંઘ દરમિયાન સ્કિન સેલ્સ જાતે રિપેર થાય છે, જે હેલ્ધી સ્કિન માટે જરૂરી છે.
તમારી સ્કિનને હેલ્ધી રાખવા અને એન્ટિ-એજિંગ બનાવવા સ્કિન ટાઇપ અનુસાર પ્રોડક્ટ્સ યુઝ કરો. તમારા ચહેરાને ક્લિન કર્યા પછી, ટોનર, સીરમ, મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રિન અને લીપ બામ લગાવો.