પ્રદૂષણ દરમિયાન મોર્નિંગ વોક કરવું સારું કે ખરાબ? ચાલો જાણીએ


By Vanraj Dabhi12, Nov 2023 08:58 AMgujaratijagran.com

પ્રદૂષણ દરમિયાન મોર્નિંગ વોક કરવું સારું કે ખબર

ઘણા લોકો પોતાના શરીરને ફિટ અને હેલ્ધી રાખવા માટે રોજ સવારે વોક પર જાય છે. ત્યારે દિલ્હીમાં થોડા દિવસોથી પ્રદૂષણ ઘણું વધી ગયું છે. આ તકે તમારા મનમાં આ પ્રશ્ન થતા હશે કે શું પ્રદૂષણમાં મોર્નિંગ વોક માટે જવું યોગ્ય છે? આજે અમે તમને આ વિશે જણાવીશું.

મોર્નિંગ વોક

વધતા પ્રદૂષણ દરમિયાન મોર્નિંગ વોક માટે જવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ તકે લોકોને યોગ્ય રીતે શ્વાસ લેવાનું મુશ્કેલ બને છે જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ફેફસાં પર ખરાબ અસર

પ્રદૂષણમાં જો તમે વોક કરવા જાવ છો તો શ્વાસ લેતી વખતે ઓક્સિજન આપણા ફેફસાં સુધી પહોંચે છે. તેથી પ્રદૂષણ આપણા ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે.

ઉધરસની સમસ્યા

લાંબા સમય સુધી મોર્નિંગ વોક પર જવાથી તમને કફની સમસ્યા પણ થઈ શકે છે. પ્રદૂષણને કારણે આ સમસ્યા વધે છે.

આંખો પર ખરાબ અસર પડે છે

વધતા પ્રદૂષણને કારણે ઘણીવાર આંખોમાં બળતરા થવા લાગે છે અને શુષ્કતા પણ આવી શકે છે તેથી મોર્નિંગ વોક માટે જવું આંખોને નુકસાન પહોંચાડે છે.

ત્વચા પર અસર

પ્રદૂષણ સ્વાસ્થ્યની સાથે ત્વચાને પણ અસર કરે છે. તેથી મોર્નિંગ વોક કરવા જવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે.

ગળામાં ઈન્ફેક્શન

જ્યારે આપણે પ્રદૂષણમાં મોર્નિંગ વોક કરવા જઈએ છીએ ત્યારે તેની ઓક્સિજન દ્વારા ગળા પર પણ ખરાબ અસર પડે છે. તેથી તમને ગળામાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

વોકિંગનો શ્રેષ્ઠ સમય

જો તમારે મોર્નિંગ વોક માટે જવું હોય તો સવારે બહાર ન નીકળો. તેના બદલે હળવો તડકો હોય ત્યારે ચાલવા જવું યોગ્ય સાબિત થઈ શકે છે.

વાંચતા રહો

પ્રદૂષણ દરમિયાન મોર્નિંગ વોક માટે જવાનું ટાળવું જોઈએ, આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કીવીમાં 92.7 Mg વિટામિન C હોય છે, શિયાળામાં તેનું દરરોજ સેવન કરવાથી અદ્ભુત ફાયદા મળે છે