આદુ વાળું દૂધ પીવાથી થતા નુકસાન


By Prince Solanki16, Dec 2023 12:24 PMgujaratijagran.com

આદુ વાળું દૂધ

આદુ વાળું દૂધ પીવાથી શરીરને સ્વાસ્થ્ય સંબધિત ઘણા ફાયદા થાય છે, પરંતુ વધારે માત્રામાં તેના સેવનથી તમે બીમાર પણ પડી શકો છો. ચલો જાણીએ વધારે માત્રામાં હળદર વાળું દૂધ પીવાથી થતા નુકસાન વિશે.

પેટ ખરાબ કરે

વધારે માત્રામાં આદુ વાળું દૂધ પીવાથી પેટ ખરાબ થાય છે. સાથે તે પાચનક્રિયાને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. તેના વધારે સેવનથી ડાયરિયા જેવી સમસ્યા પણ થઇ શકે છે.

છાતીમાં બળતરાની સમસ્યા

આદુ વાળું દૂધ પીવાથી છાતીમાં બળતરાની સમસ્યા પણ થઇ શકે છે. આ ઉપરાંત તમારું પેટ પણ ફૂલી શકે છે.

બ્લડ પ્રેશર વધે

આદુમાં રહેલા પોષકતત્વો લોહીને પાતળું કરે છે, જેના કારણે બ્લડ પ્રેશર અનિયંત્રિત થાય છે. એવામાં તમને બીપીની સમસ્યા થઇ શકે છે.

ચામડીની સમસ્યાઓ વધે

આદુ વાળું દૂધ પીવાથી તમને ચામડી સાથે જોડાયેલી સમસ્યાઓ વધી શકે છે. આ ઉપરાંત તેના સેવનથી ગળા અને ચહેરાના ભાગે લાલ રંગના નિશાન પડી શકે છે. જો તમને આવા કોઈ પણ પ્રકારના લક્ષણ દેખાય છે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

બ્લીડીંગ ડિસઓર્ડરની સમસ્યા

લોહી સાથે જોડાયેલી સમસ્યાઓમાં તમારે આદુ વાળા દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ. આદુ તમારા લોહીને પાતળું કરે છે, જેના કારણે આગળ જઈને બ્લીડીંગ ડીસઓર્ડરની સમસ્યાઓ થઇ શકે છે.

ગર્ભવતી મહિલાઓ ન કરો સેવન

ગર્ભવતી મહિલાઓએ આદુ વાળા દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ. તેનું અધિક સેવન તમને ઘણી મુશ્કેલીઓમાં મૂકી શકે છે. જેથી ગર્ભવતી મહિલાઓએ તેને પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

મીઠા લીમડાના પાનનો ઉકાળો પીવાના ફાયદા, શિયાળામાં આ ઉકાળો જરૂર પીવો જોઈએ