મીઠા લીમડાના પાનનો ઉકાળો પીવાના ફાયદા, શિયાળામાં આ ઉકાળો જરૂર પીવો જોઈએ


By Vanraj Dabhi16, Dec 2023 11:54 AMgujaratijagran.com

મીઠા લીમડાના પાનનો ઉકાળો

મીઠા લીમડાના પાંદડા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તેનો ઉપયોગ મોટાભાગે શાકભાજીમાં સ્વાદ વધારવા માટે થાય છે. તેની સુગંધ જેટલી સરસ છે તેમ તેનો સ્વાદ પણ તેટલો જ આકર્ષક છે. આજે અમે તમને આ મીઠા લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાના અનેક ફાયદાઓ વિશે જણાવીશું.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે

મીઠા લીમડાના પાન એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી અને એન્ટિબાયોટિક ગુણોથી ભરપૂર હોય છે. તેને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

એનિમિયાની ઉણપ દૂર કરે

મીઠા લીમડાનાના પાંદડામાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી તે એનિમિયાના રોગમાં ફાયદાકારક સાબિત થાય છે. તેમાં હાજર ફોલિક એસિડ હિમોગ્લોબિનનું સ્તર સુધારવામાં મદદ કરે છે.

ઉબકાથી રાહત આપે

ખાસ કરીને શિયાળામાં ઘણા લોકોને મોર્નિંગ સિકનેસ અને ઉબકા આવવાની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં મીઠા લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી ઉલટી, ઝાડા અને ઉબકાની સમસ્યામાં રાહત મળે છે.

ડિટોક્સિફાય કરે

મીઠા લીમડાના પાનને પાણીમાં ઉકાળીને એક ઉત્તમ ડીટોક્સ પીણું છે. તેની મદદથી શરીરમાંથી ગંદકી, હાનિકારક કણો અને ઝેરી તત્વોને દૂર કરીને લોહીને શુદ્ધ કરી શકાય છે.

બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે

મીઠા લીમડાના પત્તાને પાણીમાં ઉકાળીને ખાલી પેટ લેવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે. તેનાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે.

મનને શાંત રાખે છે

મીઠા લીમડાના પાન તામરી ચિંતા અને તણાવ જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં ઘણી મદદ કરે છે. આ ચેતા અને મનને શાંત કરે છે અને તમને આરામદાયક લાગે છે.

વજન ઘટાડે

સવારે ખાલી પેટ પાણીમાં મીઠા લીમડાના પાનને ઉકાળીને પીવાથી વજન ઓછું થાય છે. તેનાથી હાઈ બીપીને પણ કંટ્રોલ કરી શકાય છે.

વાંચતા રહો

તમે મીઠા લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી પણ આ બીમારીઓ દૂર કરી શકો છો, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં તલ ખાવાના ચમત્કારિક ફાયદા જાણી લો