Vitamin C Side Effects: શરીરમાં વધુ પડતી વિટામિન C થઈ શકે છે આ સમસ્યાઓ


By Smith Taral30, Aug 2024 01:47 PMgujaratijagran.com

વિટામિન સી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે, તે ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને ત્વચા અને વાળના વિકાસમાં મદદ કરે છે. પરંતુ, જ્યારે વિટામિન સીનું પ્રમાણ શરીરમાં વધે છે, ત્યારે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ સ્ટોરીમાં, આપણે વિટામિન Cની વધુ માત્રાથી શરીરને થતા આ 5 ગેરફાયદાઓ વિશે જાણીશું

ઉલ્ટી

શરીરમા વધારાનું વિટામિન C પાચનમાં ખલેલ પહોંચાડી શકે છે, જેના કારણે ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે.

માથાનો દુખાવો

જો તમે વધુ પડતા વિટામિન સી યુકત્ત ખોરાકનું સેવન કરો છો તો શરીરમા વિટામિન Cનું પ્રમાણ વધે છે અને માથા દુખાવાની સમસ્યા ઉભી થઈ શકે છે.

પેટમાં બળતરા

શરીરમાં વધુ વિટામિન C પેટમાં બળતરા અને અસ્વસ્થતા લાવી શકે છે.

કિડની સમસ્યા

વિટામિન C ઓક્સાલેટ બનાવે છે, જે કિડનીમાં પથરીની સમસ્યા ઉભી કરી શકે છે.

પોષક તત્ત્વોની ઉણપ

વધુ વિટામિન સીનું સેવન અન્ય પોષક તત્વોની ઉણપ કરી શકે છે, જેમ કે વિટામિન બી-12 અને ઝિંક.

Yoga For Hormones: હોર્મોન્સનું અસંતુલનમાં રાહત આપતા આ આસનો છે ફાયદાકારક