વધારે ન ખાઓ ખાટી વસ્તુઓ, થઈ શકે છે આ નુકસાન


By Hariom Sharma06, Nov 2023 01:01 PMgujaratijagran.com

ખાટી વસ્તુઓ

લોકોને ખાટી વસ્તુઓ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. ચલો જાણીએ કે જો વધારે માત્રામાં ખાટી વસ્તુઓ ખાઈએ તો ક્યા ક્યા નુકસાન થઈ શકે?

પાચનતંત્ર ખરાબ થઈ શકે

સામાન્ય રીતે લોકો વજનને ઓછું કરવા માટે લીંબુનું સેવન કરતા હોય છે પણ વધારે માત્રામાં આવુ કરવાથી પાચનતંત્ર પર ખરાબ અસર થઈ શકે છે.

યુટીઆઈની સમસ્યા

આંબળા,આંબલી,દહીં તથા લીંબુનું સેવન વધારે માત્રામાં કરવામાં આવે તો યુટીઆઈની સમસ્યા થવાનું જોખમ રહે છે. જેથી ખાટી વસ્તુઓ વધારે માત્રા ખાવાથી બચવું જોઈએ.

દાંતની સમસ્યા

ખાટી વસ્તુઓ વધારે ખાવાથી દાંત ખટાઈ જાય છે અને સાથે દાંતમાં દુખાવો પણ થાય છે. જેથી દાંતની સમસ્યાથી બચવા માટે વધારે માત્રામાં ખાટી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

શરીરમાં સોજાની સમસ્યા

જો તમે વધારે ખાટી વસ્તુઓનુ સેવન કરો છો તો શરીરમાં સોજાની સમસ્યા વઘવા લાગે છે. આ સિવાય પણ શરીરમાં PH સંતુલન બગડે છે.

શરીરમાં બળતરા

ખાટી વસ્તુઓનુ સેવન કરવાથી શરીરમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. તેની સાથે ખાંસીની સમસ્યા થઈ શકે છે.

સારા બેક્ટરીયાને નુકસાન

શરીરને સ્વસ્થ રાખવા માટે સારા બેક્ટરીયાનું મહત્વનો રોલ હોય છે. ખાટી વસ્તુઓનું સેવન વધારે માત્રામાં કરવાથી શરીરનાં સારા બેક્ટરીયા ખતમ થવા લાગે છે.

શરીરમાંથી કેલ્શિયમ ઓછું થવું

તમે વધારે ખાટી વસ્તુઓનુ સેવન કરો છો તો શરીરમાં કેલ્શિયમ ઓછુ થવાની સમસ્યા ઉભી થાય છે, જેથી હાડકાઓ પર તેની અસર જોવા મળે છે. હાડકાઓને મજબૂત રાખવા માટે ખાટી વસ્તુઓ વધારે માત્રા ખાવાથી બચવું જોઈએ.

પેટમાં દુખાવો

લીંબુમાં સાઈટ્રીક એસિડ હોય છે. વધારે લીંબુ પાણી પીવાથી પેટમાં દુખાવો ઉપડે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આંખોની આસપાસ જામેલા કોલેસ્ટ્રોલને દૂર કરવાનાં ઘરેલુ ઉપાય