કોલેસ્ટ્રોલ વઘવાનાં કારણે આંખોની આસપાસ પીળા રંગનાં ડાઘ જોવા મળે છે. જેના કારણે ચહેરાનો દેખાવ ખરાબ લાગે છે. ચલો જાણીએ આ ડાઘને ઘરે કંઈ રીતે દૂર કરી શકાય.
આંખોની આસપાસ જામેલા કોલેસ્ટ્રોલને દૂર કરવા ડુંગળીના રસનો ઉપયોગ કરી શકો છો. તેના માટે સૌપ્રથમ ડુંગળીને કાપી નાખો ત્યારબાદ તેને સારી રીતે પીસી નાખો. હવે રાતે તેમાં મીઠું નાખો અને સવારે તેને આંખોની આસપાસ લગાવો.
કોલેસ્ટ્રોલને દૂર કરવા સફરજનના સિરકા આંખોની આસપાસ લગાવો. તેના માટે સફરજનના સિરકામાં રૂ ડબોડો અને પછી કોલેસ્ટ્રોલ વાળી જગ્યા પર ચોંટાડી દો. 2 કલાક પછી આંખને સાફ પાણીથી ધોઈ નાખો.
કોલેસ્ટ્રોલથી છૂટકારો મેળવવા માટે એંરડાનાં તેલનો ઉપયોગ કરી શકો છો. તે માટે એંરડાનાં તેલમાં રૂ ડબોડો અને પછી કોલેસ્ટ્રોલ વાળી જગ્યા પર લગાવો. આ આખા દિવસમાં 4 વખત કરો.
આંખોની આસપાસ જામેલા કોલેસ્ટ્રોલને દૂર કરવા લસણ ઉપયોગી સાબિત થાય છે. તેના માટે સૌપ્રથમ લસણની કળી લો અને તેને છોલીને કાપી લો ત્યારબાદ કોલેસ્ટ્રોલ વાળી જગ્યા પર લગાવો.આ આખા દિવસમાં 2-3 વખત કરો. તેનો ફાયદો તમને જરુરથી મળશે.