ઘણા લોકો વધુ પડતો ખોરાક રાંધી લેતા હોય છે અને પછી તેને સ્ટોર કરીને બીજા દિવસે ખાતા હોય છે. તમને જણાવી દઈએ કે વાસી ભોજન સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી, ચાલો જાણીએ વાસી ખોરાક ખાવાથી શું થાય છે.
વાસી ખોરાકમાં બેક્ટેરિયા હોય છે, જે પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે ઉલ્ટી, પેટ ફૂલવું, ઈન્ફેક્શન, એસિડિટી, કબજિયાત વગેરે થઈ શકે છે.
વાસી ખોરાક આંતરડાને ખૂબ નુકસાન પહોંચાડે છે. જેથી પેટમાં સોજો, કૃમિ વગેરેની શક્યતા વધી જાય છે.
વાસી ખોરાકમાં પોષક તત્વો નષ્ટ થઈ જાય છે, તેથી આ ખોરાક ખાવાથી શરીરમાં પોષણની ઉણપ થાય છે .
દરરોજ વાસી ખોરાક ખાવાથી ઝાડા થઈ શકે છે, તેથી હંમેશા તાજો અને ગરમ ખોરાક લો.
વાસી ખોરાકમાં બેક્ટેરિયા હોય છે જે વાયરલ રોગોનું જોખમ વધારે છે.
વાસી ચોખા, ઈંડા, સીફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ન સેવન ટાળવું જોઈએ કારણ કે તેમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે અને સ્વાસ્થ્ય માટે તે ઘાતક સાબિત થઈ શકે છે.
બને તેટલો તાજો ખોરાક લેવાનું રાખો અને જેટલું ભોજનની જરૂર હોય તેટલું જ બનાવીને ગરમ ગરમ સર્વ કરવાથી કોઈ નુકશાન થતું નથી.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી સ્વાસ્થ્ય સંબંધિત અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.