Suji Side Effects: સોજી ખાનારા સાવધાન, વધુ પડતી ખાવાથી શરીરને થઈ શકે છે નુકસાન


By Sanket M Parekh23, Nov 2024 03:54 PMgujaratijagran.com

વધારે પડતી સોજી

જો તમને વધારે પડતી સોજીથી બનેલી વાનગીઓ ખાવાનો શોખ હોય, તો તમારે થોડું સાવધાન રહેવાની જરૂર છે. હકીકતમાં ભારતીય કિચનમાં સરળતાથી મળી આવતી સોજી વધુ પડતી ખાવાથી શરીરને કેટલાક નુકસાન થઈ શકે છે.

ઉલટીની સમસ્યા

જ્યારે પણ તમે વધુ પ્રમાણમાં સોજીથી બનેલી વાનગીઓ આરોગો છો, તો ઉલટીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

કબજિયાતની સમસ્યા

જો સોજીનું વધુ પડતું સેવન કરવામાં આવે, તો પેટ સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને સોજીનું સેવન કબજિયાતની સમસ્યા વધારી શકે છે.

લૉ સુગરની સમસ્યા

જો તમે ડાયાબિટીસના દર્દી હોવ, તો તમારે સોજીનું વધારે પડતું સેવન ના કરવું જોઈએ. વધારે પડતી સોજી ખાવાથી સુગર લો થવાની સમસ્યા થઈ શકે છે.

કિડનીને નુકસાન

સોજીમાં ફોસ્ફરસ વધારે પ્રમાણમાં મળી આવે છે. જે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. ફોસ્ફરસ કિડની માટે નુકસાનદાયક નીવડી શકે છે.

એલર્જીની સમસ્યા

જો તમને સોજી ખાવાથી એલરજી થતી હોય, તો સોજીથી બનેલી વાનગીઓનું બને તેટલું ઓછું સેવન કરવું જોઈએ. નહીંતર તમારી સમસ્યા વકરી શકે છે.

ખાલી પેટ ના ખાશો

આ તમામ સમસ્યા વધારે પડતી સોજી ખાવાથી થઈ શકે છે. આથી બની શકે તો લિમિટ પ્રમાણમાં જ સોજી ખાવી જોઈએ. ખાસ કરીને ખાલી પેટ ક્યારેય પણ સોજીનું સેવન ના કરવું જોઈએ.

Laung Benefits: શિયાળામાં લવિંગ ચાવવાના ચમત્કારિક ફાયદા, આ સમસ્યાઓમાંથી મળશે મુક્તિ