લવિંગ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. લવિંગનું સેવન દરેક સિઝનમાં ફાયદેમંદ રહે છે, ખાસ કરીને શિયાળામાં. તો ચાલો શિયાળામાં કેમ લવિંગ ચાવવા જોઈએ.
શિયાળામાં લવિંગનું વધારે સેવન એટલા માટે કરવું જોઈએ, કારણ કે તેની તાસીર ગરમ હોય છે. આમ ગરમ તાસીર વાળી વસ્તુઓ ઠંડીની સિઝનમાં સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ રહે છે.
લવિંગમાં અનેક પોષક તત્વો મળી આવે છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન્સ, પોટેશિયમ, કોપર, જીંક અને આયરન મુખ્ય છે. જે શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે.
જો તમને સિઝન બદલાવાની સાથે જ શરદી-ઉધરસ અને તાવ જેવી બીમારીઓ થતી હોય, તો તમારે દરરોજ 1-2 લવિંગ ચાવી જવા જોઈએ, કારણ કે લવિંગમાં એન્ટી વાયરલ ગુણ રહેલા હોય છે.
શિયાળાની સિઝનમાં સંક્રમણ ઝડપથી ફેલાતું હોય છે. જેનાથી બચવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિ અર્થાત ઈમ્યૂનિટી મજબૂત રહે તે જરૂરી છે.આથી શિયાળામાં લવિંગ ચાવવા જોઈએ.
જો તમને શિયાળાની સિઝનમાં પાચન સબંધિત સમસ્યા રહેતી હોય, તો તમારે ડાયટમાં લવિંગને સામેલ કરવા જ રહ્યા. લવિંગનું સેવન કરવાથી પાચન સુધરે છે.
જો ઠંડીના કારણે શરીરમાં સોજો અથવા દુખાવો રહેતો હોય, તો લવિંગ ચાવવા ફાયદેમંદ રહે છે. હકીકતમાં લવિંગમાં એન્ટી ઈંફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. જે દુખાવો દૂર કરવા સાથે શરીરમાંથી સોજા ઉતારવાનું કામ કરે છે.