ચણા ખાવાથી ઘણા ફાયદા થાય છે. કેટલાક લોકો ચણા પલાળીને ખાય છે, જ્યારે કેટલાક લોકો તેને શેકીને ખાય છે.
ચણા પોષક તત્વો ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન, ફોલેટ, આયર્ન, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો મળી આવે છે.
શેકેલા ચણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ કે કઈ સમસ્યાઓમાં શેકેલા ચણાનું સેવન ટાળવું જોઈએ.
જો કોઈને પેટ સંબંધિત સમસ્યા હોય તો શેકેલા ચણાનું સેવન ન કરવું જોઈએ. તેનાથી પેટમાં ગેસ થઈ શકે છે.
પથરીની સમસ્યા હોય તેમણે શેકેલા ચણા ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી પથરીની સમસ્યા વધી શકે છે.
યુરિક એસિડના દર્દીઓએ પણ શેકેલા ચણાનું સેવન ન કરવું જોઈએ. તેમાં પ્યુરિન જોવા મળે છે, જે યુરિક એસિડને વધારે છે.
આ સમસ્યાઓ દરમિયાન શેકેલા ચણાનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય સંબંધિત સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.