કેટલાક લોકોને હંમેશા કાનમાં ખંજવાળ આવે છે. આ માટે તમારી કેટલીક ભૂલો જવાબદાર છે. તો ચાલો જાણીએ.
કાનની વારંવાર સફાઈ કરવી એ કાન માટે હાનિકારક છે. જેથી આમ કરવાથી હંમેશા કાનમાં ખંજવાળ આવે છે.
કાન બરાબર સાફ ન કરવાને કારણે પણ ખંજવાળ આવવા લાગે છે. જેથી તમારે કાનની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે.
દિવસ દરમિયાન વધુ પડતા હેડફોનનો ઉપયોગ કરવાથી કાનમાં ખંજવાળ આવી શકે છે.
જો તમારા ખોરાકમાં જરૂરી મિનરલ્સ અને વિટામિન્સની ઉણપ છે તો તમારે કાન અથવા ત્વચાને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
સ્નાન કરતી વખતે કાનમાં વારંવાર પાણી જવાથી ખંજવાળ આવી શકે છે.
કેટલાક લોકો ક્યારેય તેમના કાન સાફ કરતા નથી. જેના કારણે કાનમાં મીણ જમા થાય છે અને ખંજવાળ આવે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.