હંમેશા ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. સલ્ફર યુક્ત આ ખાદ્ય પદાર્થમાં અનેક ગુણ હોય છે. જેને કાચી ખાવાથી અનેક ફાયદા થઈ શકે છે.
જો કે જરૂરિયાત કરતાં વધારે કાચી ડુંગળી ખાવાથી નુક્સાન પણ થઈ શકે છે. તો ચાલો આજે તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ...
જો તમારી સર્જરી થઈ હોય, તો ડુંગળીનું સેવન કરવાથી બ્લડ ક્લોટિંગમાં સમસ્યા આવી શકે છે. આ સાથે જ તે તમારા બ્લડ સુગર લેવલને લો કરી શકે છે.
જો તમારું બ્લડ સુગર લેવલ લો રહેતું હોય, તો ચોક્કસ માત્રા કરતાં વધારે ડુંગળીનું સેવન ના કરવું જોઈએ. જે તમારા બ્લડ સુગર લેવલને વધારે લૉ કરી શકે છે.
જો તમને ડાયઝેશનની સમસ્યા હોય, તો તમારે ડુંગળીનું સેવન સમજી વિચારીને કરવું જોઈએ, નહીંતર તમારી સમસ્યા વધી શકે છે.
જો તમને પ્રેગ્નેન્ટ હોવ અથવા તો બ્રેસ્ટ ફીડિંગ કરાવી રહ્યાં હોય, તો તમારે જરૂરતથી વધારે ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ. જેનાથી તમારા શિશુને નુક્સાન થઈ શકે છે.
જો તમને ક્રોસ એલર્જીની સમસ્યા હોય, તો વધારે ડુંગળીનું સેવન કરવાથી તકલીફ વધી શકે છે.