અશ્વગંધાની ચા ઘણા ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. તેનુ સેવન કરવાથી શરીરને સ્વાસ્થય સંબધિત ઘણા બધા ફાયદા મળે છે.
અશ્વગંધાની ચામા એંટી ઓક્સિડેંટ, એંટી ઈફ્લેમેટરી તથા એંટી બેક્ટેરીયલ ગુણો હોય છે. આ ઉપરાંત તેમા આયરન, પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન સી જેવા પોષકતત્વો પણ ભરપૂર માત્રામા જોવા મળે છે.
જો તમે શરીરના વધતા વજનથી હેરાન છો તો તમે રોજ અશ્વગંધાની ચા પી શકો છો. તે વજન ઓછુ કરવામા મદદ કરે છે.
સામાન્ય રીતે શરીરમા રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી અનેક બીમારીઓ શરીરમાં પ્રવેશે છે. તેથી રોગ પ્રતિકારક શક્તિમા વધારો કરવા માટે તમે રોજ અશ્વગંધાની ચા પી શકો છો.
જો તમે ઊંઘની સમસ્યાથી હેરાન છો તો રાતે સૂવાના 30 મિનિટ પહેલા અશ્વગંધાની ચા પીઓ. તે સારી ઊંઘ લાવવામા મદદ કરે છે.
તાવ શરદી જેવી નાની નાની સમસ્યા માથી છૂટકારો મેળવવા માટે અશ્વગંધાની ચા ફાયદાકારક છે. અશ્વગંધાની ચાનુ સેવન કરવાથી તાવ શરદીમા રાહત મળે છે.
જો હાર્ટ સંબધિત કોઈપણ સમસ્યા થાય છે તો ડાયટમા અશ્વગંધાની ચાને સામેલ કરો. અશ્વગંધાની ચા હાર્ટને સ્વસ્થ રાખે છે.