આ લોકોએ ભીંડાનું સેવન ન કરવું, થશે ભારે નુકસાન


By Jivan Kapuriya24, Jul 2023 04:47 PMgujaratijagran.com

જાણો

મસાલા ભીંડા ખાવાનું તો તમને પણ ગમતું હશે, દરેક લોકો ઉત્સાહથી ભીંડાનું સેવન કરતા હોય છે.તેના ખાવાના ઘણા ફાયદા અને ગેરફાયદા છે. આવો આજે અમે તમને તેના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવિશું.

કિડનીની તકલીફ

જો તમને કિડની સંબંધિત બીમારી છે તો તમારે ભીંડાનું સેવન ન કરવું જોઈએ. એટલું જ નહીં ભીંડાનું સેવન કિડની અને પિત્તાશયની પથરીમાં પણ નુકસાન પહોચાડી શકે છે.

પેટમાં દુખાવો

જો તમે એક દિવસમાં વધુ પડતા ભીંડાનું સેવન કરો છો તો તમને પેટમાં દુખાવો થઈ શકે છે. તેમાં ઉચ્ચ ફાઈબર સામગ્રી હોવોથી આ થઈ શકે છે.

હાઈ કોલેસ્ટ્રોલ

જો તમે વધુ પડતા તેલમાં પકાવેલ ભીંડાનું સેવન કરો છો તો કોલેસ્ટ્રોલ લેવલનું જોખમ રહે છે.

નબળું પાચનતંત્ર

ભીંડાનું સેવન કરવાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે. તેને વધારે ખાવાથી પણ ઝાડા થઈ શકે છે.

સાઇનસમાં ન ખાવ

જે લોકોને સાઇનસની બીમારી હોય તેમણે પણ ભીંડાનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારી તકલીફ વધી શકે છે.

ઉધરસ વધે

ભીંડાનું સેવન કરવાથી ઉધરસ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.

ઝાડા

જો તમે ઝાડાથી પીડિત હોવ તો પણ તમારે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. અતિસારમાં ભારે ફાઇબરયુક્ત ખોરક ખાવાની મનાઈ છે. આ કિસ્સામાં તેનું સેવન કરશો નહીં.

તમે પણ ભીંડાનું સેવન કરતા પહેલા એકવાર વિચારી લો.

આ ફળો વિટામિન Cની ઉણપને દૂર કરે છે