આ ફળો વિટામિન Cની ઉણપને દૂર કરે છે


By Jivan Kapuriya24, Jul 2023 12:57 PMgujaratijagran.com

જાણો

વિટામિન-સીથી ભરપૂર ફળો તમારા આહારમાં સામેલ કરવા જોઈએ. જેના કારણે સ્વાસ્થ્યની સાથે ત્વચા પણ ચમકદાર રહે છે.ચાલો જાણીએ વિટામિન સીથી ભરપૂર ફળો વિશે.

નારંગી

નારંગીમાં વિટામિન-સી ઉપરાંત ફાઈબર, પોટેશિયમ વગેરે જેવા અન્ય ઘણા તત્વો હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરો.

પાઈનેપલ

સ્વાદમાં ખાટા-મીઠા પાઈનેપલ વિટામિન-સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ ખાવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને મોસમી રોગોથી બચી પણ શકાય છે.

આંબળા

સ્વાદમાં ખાટા આંમળા વિટામિન-સીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. મોસમી રોગો સામે રક્ષણ આપવા ઉપરાંત આ ફળ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે.

સ્ટ્રોબેરી

એન્ટીઓક્સીડેન્ટ,ફાઈબર, પોટેશિયમ અને વિટામિન-સીથી ભરપૂર સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય તેમજ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

કિવી

કિવી વિટામિન-સી ઉપરાંત અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેના સેવનથી લોહીમાં પ્લેટ્લેટ્સની માત્રા પણ વધે છે. ડેન્ગ્યુના રોગમાં પણ ખાવામાં આવે છે.

સંતરા

સંતરા ફળ લીંબુ જેવા હોય છે. ઉનાળામાં આને ખાવાથી વિટામિન-સીની ઉણપ તો પૂરી થાય છે, પરંતુ તેનું સેવન કરવાથી શરીરમાં પાણીની કમી પણ થતી નથી.

જામફળ

જામફળમાં સંતરા કરતા વધુ વિટામિન-સી હોય છે,જે ખાવાથી વિટામિન-સીની ઉણપ થતી નથી.

તમારે વિટામિન-સીથી ભરપૂર આ ફળોનું સેવન કરવું જોઈએ.

વજન ઘટાડવા માટે શું ન ખાવું જોઈએ, આવો જાણીએ