રાતે દહી ખાવાથી મ્યૂકસ (કફ) બનવા લાગે છે. આયુર્વેદ મુજબ, આવું કરવાથી કફ દોષ વધે છે.
જે લોકોને તાવ, ખાંસીની સમસ્યા હોય, તેમને રાતે દહી ખાવાની મનાઈ કરવામાં આવે છે. નહીંતર તેમની તકલીફ વધી શકે છે.
જે લોકોને અસ્થમાની સમસ્યા હોય, તેમણે રાતે દહીના સેવનથી દૂર રહેવું જોઈએ. જેથી તમારી તકલીફ વધી શકે છે.
દહીને પચાવવા માટે શરીરને એનર્જીની જરૂર પડે છે. મોટાભાગે રાતે લોકો ખાધા પછી પથારીમાં જતા રહે છે. જેના કારણે પાચનતંત્ર નબળુ પડે છે.
રાતે દહીનું સેવન કરવાથી ડાઈઝેશન સિસ્ટમ પર વિપરિત અસર થાય છે. આટલું જ નહીં, ઉલટી પણ થઈ શકે છે.
રાતે દહીનું સેવન કરવાથી તમારા ચહેરાની ચમક છીનવાઈ શકે છે. દહીનું સેવન કરવાથી ચહેરા પર ખીલ થઈ શકે છે.
જે લોકોને સાંધામાં દુખાવાની સમસ્યા હોય, તેમણે રાતે દહીનું સેવન કરવાથી બચવું જોઈએ, નહીંતર તેમની તકલીફ વધી શકે છે.