દૂધ અને કેળાનું સેવન સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો કે તેમને એકસાથે લેવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. અહીં દૂધ સાથે કેળા ખાવાના સંભવિત નુકસાન વિશે જણાવીશું
જો દૂધ સાથે કેળા ખાવામાં આવે, તો તેના કારણે તમારું પાચન તંત્ર ખરાબ થઈ શકે છે. આ કૉમ્બિનેશન પચવામાં ભારે પડે છે, જેના કારણે પાચન ક્રિયાને ગંભીર અસર પહોંચે છે.
દૂધ અને કેળાની તાસીર ઠંડી હોય છે. જો તમે દૂધ સાથે કેળાનું વારંવાર સેવન કરો છો, તો તેનાથી તમને સાઇનસની સમસ્યા થઈ શકે છે.
દૂધ અને કેળાનું એકસાથે સેવન કરવાથી તમારા પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત કેટલાક લોકોને ખાંસી અને ગળામાં દુખાવાનો પણ સામનો કરવો પડી શકે છે.
ખાસ કરીને જેઓનું પાચનતંત્ર નબળું હોય, તેમણે દૂધ અને કેળા એકસાથે લેવાથી ઝાડા અને ઉલટીની સમસ્યા થઈ શકે છે. દૂધ-કેળાનું કૉમ્બિનેશન આવા લોકોને પચાવવામાં ભારે પડે છે, જેના પરિણામે સમસ્યા વકરે છે.