Liver Disease: લીવર સાથે સંકળાયેલી બીમારી જાણવા માટે આ 6 ટેસ્ટ અચૂક કરાવો


By Sanket M Parekh29, Jul 2025 03:33 PMgujaratijagran.com

શરીરનું અગત્યનું અંગ

લીવર શરીરનું એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે, જે પાચન, શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા અને ઊર્જા બનાવવાનું કામ કરે છે. જો લીવરમાં કોઈ સમસ્યા હોય, તો સમયસર કેટલીક જરૂરી તપાસ કરાવીને બીમારીને ઓળખી શકાય છે.

સીરમ બિલીરૂબિન ટેસ્ટ

આ ટેસ્ટ લીવર દ્વારા બનતા બિલીરૂબિનના લેવલને માપે છે. તેનું વધેલું સ્તર પિત્ત પ્રવાહમાં અવરોધ અને લીવરની સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

સીરમ એલ્બ્યુમિન ટેસ્ટ

આ ટેસ્ટ લોહીમાં એલ્બ્યુમિન નામના પ્રોટીનનું પ્રમાણ માપવા માટે છે. જો આ પ્રોટીન ઓછું હોય, તો તે સૂચવે છે કે, લીવર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું.

પ્રોથ્રોમ્બિન ટાઇમ ટેસ્ટ

આ ટેસ્ટ દર્શાવે છે કે, લોહીને ગંઠાઈ જવામાં કેટલો સમય લાગે છે. જો લીવર બરાબર કામ ન કરી રહ્યું હોય, તો આ પ્રક્રિયા મંદ પડી શકે છે.

લેક્ટિક ડિહાઇડ્રોજેનેઝ ટેસ્ટ

આ ટેસ્ટ લીવર સહિત શરીરના ટિશ્યુને થયેલા નુકસાનની સ્થિતિને જાણવા માટે છે. મેટાબોલિઝમમાં ગરબડીના સંકેત મળતા ડોકટરો આ ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે.

આલ્ફા-ફેટોપ્રોટીન ટેસ્ટ

જો લીવર કેન્સરની શંકા હોય તો આ ટેસ્ટ કરવામાં આવે છે. આ એક ખાસ પ્રકારનું પ્રોટીન માપે છે, જે ટ્યુમર અને ભ્રૂણના ટિશ્યુ દ્વારા બને છે.

માઇટોકોન્ડ્રિયલ એન્ટિબોડી ટેસ્ટ

આ ટેસ્ટ લીવર સિરોસિસ, હેપેટાઇટિસ અને ઓટોઇમ્યુન રોગોને ઓળખવામાં મદદ કરે છે. જો પીળાશ કે ખંજવાળ જેવા લક્ષણો દેખાય તો આ ટેસ્ટ જરૂરી છે.

લીવરના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો

થાક, કમળો, પેટમાં સોજો અથવા વારંવાર ઉલટી જેવા લક્ષણોને હળવાશથી ન લેવા જોઈએ. સમયસર ટેસ્ટ કરાવીને લીવરની સ્થિતિ જાણવી મહત્વપૂર્ણ છે. લીવરની ગડબડીથી આખું શરીર પ્રભાવિત થઈ શકે છે. તેથી લીવરના રોગોની સમયસર ઓળખ માટે ડોક્ટરનો સંપર્ક કરો અને તેમની સલાહ મુજબ તપાસ કરાવો.

Curd and Egg: શું ઈંડું અને દહીં એક સાથે ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? જાણો